0લ્પના કરો, રસ્તાઓ પર એક મોટો પહાડ જેવો ખડતલ દેહધારી માણસ ચાલી રહ્યો છે. હાથમાં ન કોઇ બેગ, ન હથિયાર, ન ફોન, ન કાર, ન પૈસા. એની પાસે છે ફક્ત એક બ્રશ! આ છે એક વિજીલાન્ટૅ (vigilante- એક પ્રકારનો સુપરહિરો, પણ સુપરહિરો નહિ) જસ્ટિસ માટે ફરતો જીવ. તો આ કોઈ સામાન્ય ભોમિયો નથી – આ છે જૅક રીચર, આ માણસ- નથી પોલીસ, નથી સુપરહીરો પણ જ્યાં જ્યાં ક્રાઇમ, કરપ્સન હોય, ત્યાં આ જેક રીચર પહોંચી જાય છે – એકલો, નિડર અને નિઃસ્વાર્થી. એવું લાગે કે જુના ગ્રીકના કોઈ ન્યાય પ્રિય દેવતાએ, જેકને ખાસ બનાવ્યો છે – કાયદા માટે નહિ, પણ ન્યાય માટે.. ખેર આટલી તારીફ જે કેરેક્ટર માટે કરી તેને કોઈ દેવતા એ નહિ પણ 1997માં અમેરિકાના રાઇટર લિ ચાઇલ્ડે બનાવ્યો છે, ત્યારે કોઈએ કલ્પના ન હતી કે આ કેરેક્ટર લાખો લોકોને તેના ફેન બનાવી દેશે. દરેક સ્ટોરીમાં રીચર એક નવા શહેરમાં આવે છે, અહીં કોઈ મુશ્કેલી છે – ઘણા બધા ગુન્હો, ઘટનાઓ, અન્યાય અને તેમાંથી જેક ન્યાયનો રસ્તો કાઢે- બસ આટલી વાર્તા છે જેક રિચરની.
લિ ચાઈલ્ડ, તે બ્રિટિશ રાઈટરનું આ પેન નેમ છે. અસલી નામ છે જેમ્સ ડોવર ગ્રાન્ટ. 1995માં જેમ્સ 40ની ઉમંરે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો એટલે તેનું ભૂલાયેલું સપનું રાઈટર બનવાનું વિચાર્યુ. બેઘર, એકલો, નોકરીમાંથી નીકાળેલો, ન્યાયની તલાશમાં રેહતા – જેક રીચરનો જન્મ થયો, લિ ચાઈલ્ડએ Killing Floor 1997માં પહેલી નોવેલ લખી, એટલી હિટ થઈ કે આજ સુધી 28 વર્ષમાં 29 સિરીઝ બુક આવી ચુકી છે. આ કિતાબમાં રહેલા કેરેક્ટરને સ્ક્રીન પર ભજવવાનો ચાન્સ મળ્યો 2012માં ટોમ ક્રૂસને. તેની એક્ટિંગ સારી પણ 6.4 ફૂટના જેકને ટોમ ભજવે તો કેમ મેળ પડે! પછી આવ્યો 6.3 ફૂટનો એલન રિચસન, એમેઝોન પ્રાઈમની સિરીઝ રિચરથી (2022) અહીંથી રીચર ‘literally’ અસલ લાગવા લાગ્યો. જૅક રીચર ફક્ત મારામારી કરીને મામલો હલ નથી કરતો. એ યાદ રાખે છે કેટલાં લોકો હતા, કેટલી ગોળીઓ, કયો દરવાજો પહેલા તોડવો અને કોના મગજમાં શું ચાલે છે! એને કોઈ ટીવી-કેમેરો કેદ નથી કરતો– એ તો પોતાનું કામ કરી, ચૂપચાપ નીકળી જાય છે.
પણ શા માટે રીચર આટલો જામી ગયો? કારણ કેજેક કોઈ ઈનામ, વાહવાહી નથી માગતો. રીચર આપણા દરેકની અંદરના ‘હિરો’ને બતાવે છે જે આપણે બનવા માંગીએ છીએ. જોકે ફિલ્મો ફક્ત આવા સુષ્ઠુ-સુષ્ઠુ સિદ્ધાંતો પર નથી ચાલતી તેમાં જોઈએ ‘એન્ટરટેઇન્મેન્ટ-એન્ટરટેઇન્મેન્ટ-એન્ટરટેઇન્મેન્ટ’ અને એટલે જ હાલ આવેલી સિઝન-3 પાછળ ઑડિયન્સ કોઈ ખાસ ઇન્ટ્રેસ્ટ નથી બતાવી રહ્યું, દર વખતે જેક આવે, લડાઈઓ લડે અને જતો રહે! આ સેમ વાર્તાથી વાચકોને મજા આવી શકે છે પણ સ્ક્રીન પર જોનારાઓને ન ગમે. અર્થાત્ 3 સિઝન અને 2 ફિલ્મ રીલિઝ થઈ ચુકી છે. જેમને થ્રિલર, એક્શન, ક્રાઇમ ડ્રામા જેવા વિશેષણ લાગેની વાર્તા ગમતી હોય તેઓ ચોક્કસ જોવી ગમશે. •
