Entertainment

જોશીલી પરિણીતાનાં જોશમાં દમ છે

પરણી ગયેલી અભિનેત્રી પાસે બહુ અપેક્ષા ન રાખવી ચાહે પ્રિયંકા ચોપરા હોય કે અનુષ્કા, કેટરીના કૈફ કે દિપીકા હજુ આ યાદી લંબાવી શકાય તેમ છે અને તેમાં થોડા અપવાદો પણ કરવા પડે તેમ છે. જેમ કે આલિયા જેમ કે પરિણીતી. પરિણીતી પરણી ત્યારે તો લાગતું હતું કે ખબર નહીં રાજકારણી પતિ છે તો કામ બંધ કરવું પડે. પરંતુ પરિણીતી કામ કરે છે. પરિણીતી એકટ્રેસ તરીકે ક્યારેય સ્પર્ધામાં રહી નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે તમારા ફિલ્મોની સફળતા જ આગળની કારકિર્દી નક્કી કરી આપે. માધુરી દિક્ષીતે તેજાબ અને હમ આપકે હૈ કૌન પછી નક્કી જ નહોતું કરવાનું. નિર્માતાઓ જ તેની પાછળ પડી ગયેલા. પરિણીતીના મામલામાં એવું નથી બન્યું છતાં તેની માંગ તો હંમેશા રહી છે. પરંતુ કારકિર્દી તો ધીમી જ રહી છે. આ વર્ષે તેની અમર સીંઘ ચમકીલા આવી છે ને ગયા વર્ષે તે એકમાત્ર મિશન રાનીગંજમાં આવી હતી. હા, તેના આગલા વર્ષે ઉંચાઇ કોડ નેમ તિરંગામાં જરૂર આવી હતી. પરિણીતીનું એ સારું છે કે પોતે કોઇ ફિલ્મમાં મુખ્ય નાયિકા ન હોય તો પણ ફિલ્મ સ્વીકારે છે. સમજો કે તે બહુ ડિમાન્ડ કરનારી હીરોઇન નથી. આ કારણે જ તેની ફિલ્મો કલરફૂલ રહી છે ચાહે તે લેડીઝ વર્સિસ રિકી બહલ હોય, શુધ્ધ દેસી રોમાન્સ હોય કે હસી તો ફસી તે કોઇ ટાઇપમાં બંધાઇ નથી. પરિણીતી તો માત્ર ફિલ્મોનેય વળગીને નથી બેઠી રહી. તેને ઠીક લાગે તો મ્યુઝિક વિડીયોમાં પણ આવી જાય અને કસોટી જિંદગી જેવી ટીવી શ્રેણીમાં પણ બબલીની ભૂમિકા કરી નાંખે. પરિણીતી ભૂમિકામાં વૈવિધ્ય જાળવે છે તેના લાલખોટ બંને છે. તે કોઇ ખાસ હીરોની પણ આગ્રહી નથી એટલે તે ઘણા હીરો સાથે આવી ચુકી છે. ઢીસૂમ, નમસ્તે ઇંગ્લેન્ડ, કેસરી, જબરિયા જોડીથી માંડી સંદિપ ઔર પિન્કી ફરાર સુધી તમે જોશો તો તે હંમેશ આ મિજાજથી આગળ વધેલી જણાશે. તે હંમેશ આ મિજાજથી આગળ વધેલી જણાશે. તે અભિનેત્રી કેન્દ્રી ફિલ્મોની ય આગ્રહી નથી પણ સાયનામાં તે મુખ્ય હતી. ધ ગર્લ ઓન ધ ટ્રેન તેની બહુ જૂદી ફિલ્મ હતી. અત્યારે તેની પાસે ચારેક ફિલ્મ છે જેમાં એક તો સલમાન સાથેની પ્રેમ કી શાદી છે. રાજકુમાર બડજાત્યા સાથે તે ફરી કામ કરી રહી છે. એ ફિલ્મમાં સલમાન છે અને બડજાત્યા છે તો ચોક્કસપણે તે ખાસ બનશે. કદાચ એ ફિલ્મ પ્રણયત્રિકોણવાળી પણ હોય શકે છે કારણ કે કિર્તી સુરેશ પણ તેમાં છે. પરિણીતી જોકે પોતાની ફિલ્મમાં બીજી કઇ કઇ અભિનેત્રી કામ કરે છે તેની પરવાહ નથી કરતી. તેની પાસે ઝહૂર નામની ફિલ્મ છે તેમાં તો પરમીશ વર્મા અને કૌશિક મહતા જેવા હિન્દી ફિલ્મ માટે અજાણ્યા અભિનેતા છે પણ તે અખતરાઓ કરી શકે છે. શિદ્દત-2માં તે સની કૌશલ સાથે આવી રહી છે. •

Most Popular

To Top