શિક્ષકના નામને શર્મશાર કરતો કિસ્સો
તેર વર્ષની બાળા સાથે અગાઊ પણ અડપલા કર્યા હતા
વાઘોડિયા:
તાલુકાના જરોદ વિસ્તારના એક ગામની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના બનતા, આ ચર્ચાએ ચકચાર મચાવી છે.સરકારી હાઈસ્કુલના શિક્ષક દ્વારા 13 વર્ષની માસુમ વિદ્યાર્થિની સાથે અડપલાની કર્યાના આક્ષેપ સાથે જરોદ પોલીસ મથકે ફરીયાદ નોંઘાઈ છે.આરોપી શિક્ષક પ્રજ્ઞેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (58), રહે. હાલોલ, તા.પંચમહાલ એ ૩ ડિસે. ૨૦૨૫ના રોજ બપોરે રિસેસના સમયે બાળા સાથે શારીરીક અડપલા કર્યા હોવાના આક્ષેપ સાથે બાળાના વાલીએ આરોપી શિક્ષક સામે જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ શિક્ષક પ્રગ્નેશ પટેલ જરોદ વિસ્તારના એક ગામની સરકારી હાઇસ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે ફરજ બજાવે છે.બપોરની રિસેસ વખતે બાળા પ્રિન્સિપાલ ઓફિસ પાસે લોબીમાં સહેલીઓ સાથે ઊભી હતી. તે વેળાએ શિક્ષકે ખરાબ ઇરાદે તેના બરડાના ભાગે હાથ ફેરવીને છેડતી કરી હતી.આજ બાળા સાથે અગાઉ પણ રક્ષાબંધનના એક દિવસ પહેલાં વિદ્યાર્થિની રાખડીઓ બનાવતી હતી, ત્યારે આરોપી શિક્ષકે તેના બંને હાથ પકડીને પણ અયોગ્ય વર્તન કર્યું હતું.આ બાબતે બાળાના પિતાએ પોતાના સગાઓ સાથે મળીને શાળાના આચાર્ય પાસે ફરિયાદ કરી હતી. આચાર્યએ શાળા સમિતિની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરીને પગલાં લેવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ ફરિયાદીને શાળા વ્યવસ્થા કે સમિતિ પર વિશ્વાસ ન હોવાથી આ અંગે જરોદ પોલીસ સ્ટેશને શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.