મહિલા વિશ્વામિત્રીમા ગુમ થતા શોધખોળ હાથ ધરાઈ*
ચોવીસ કલાકથી ફાયર વિભાગને મહિલાનો પત્તો નથી મળ્યો
વાઘોડિયા
જરોદ નજીક કામરોલ ગામેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આધેડ મહિલાને નદીમાં મગર ખેંચી ગયા હોવાની અટકળો વચ્ચે ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વાઘોડિયા તાલુકાના જરોદ નજીક આવેલા કામરોલ ગામમાં સમી સાંજે નદીમા ઊતરેલી ભેંસને વાળવા માટે ઊતરેલી કામરોલ નર્મદા વસાહતમાં રહેતી મેથીબેન અભેસિંગ ભીલાલા ઉંમર વર્ષ 52 ગુમ થતા ચકચાર મચી હતી. આ આધેડ મહિલાના વિશ્વામિત્રી નદી કાઠે ચપ્પલ અને સ્વેટર પણ મળી આવતા પાણીમાં ગયેલી ભેંસને પાછી વાળવા માટે નદીમાં ઉતરેલી મહિલાને મગર ખેંચી ગયો હોવાની અટકળો તેજ બની છે. જોકે ઘટના અંગેની જાણ વાઘોડિયા વન વિભાગને કરવામાં આવતા RFO ચંદ્રીકાબેન, જરોદ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચતા ફાયર વિભાગે બોટ ઘ્વારા ગુમસુદા મહિલાની શોધખોળ આરંભી હતી જોકે રાત્રી દરમિયાન અંધારું પડતા આજે ફરીથી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. 24 કલાકનો સમય વિતી જવા છતા મહિલાનો કોઈ પત્તો નથી મળ્યો, નદીમાં ઝાડી ઝાંખરા હોવાથી તપાસમાં અડચણો ઊભી થઈ રહી છે. મહત્વની બાબત છે કે મહિલાને ખૂબ જ સારુ તરતા આવડતું હોય ડૂબી જવાની વાત ગ્રામજનો અને ગળે ઉતરતી ન હોય મગર ખેંચી ગયાની આશંકા સીવી રહ્યા છે.જોકે અત્યાર સુધી મહિલાનો કોઈજ અત્તો પતો મળ્યો નથી.