તાજેતરમાં જમ્મુ કાશ્મીરના 14મા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોગંદ લીધા બાદ સૌ પ્રથમ આપેલ આદેશમાં કહ્યું કે મારે માટે ટ્રાફિક રોકવામાં ન આવે. મને ગ્રીન કોરીડોરની જરૂર નથી.એનાથી આમ જનતાને ઘણી પરેશાની વેઠવી પડે છે. તેમણે વધુમાં દરેક ચીજમાં આપણું આચરણ લોકોને અનુકૂળ હોવું જોઈએ. કારણ કે આપણે અહીં લોકોની સેવા કરવા માટે છીએ. તેમને અસુવિધા પહોંચાડવા નથી. એમણે ત્યાં સુધી કહ્યું કે સાઈનરનો પણ ઓછો ઉપયોગ થાય. કેન્દ્ર અને રાજ્યના મુખ્યમંત્રીઓ, મંત્રી મહોદયો જયારે પણ આવે છે ત્યારે ટ્રાફિકને રોકી દેવામાં આવે છે.
જો આ બરાબર નથી. તેઓ પણ માનદ્દ લોકસેવકો જ છે. કમસેકમ ગુજરાત રાજયનો મિતભાષી માનવતાવાદી મુખ્યમંત્રી અને એમનું મંત્રીમંડળ જમ્મુકાશ્મીરની મુખ્યમંત્રી અનુસરે એવી પ્રજાની લાગણી અને માંગણી છે. શાણા, સમૃદ્ધ પોઝીટીવ, મિલનસાર મુખ્યમંત્રી સાહેબ ગુજરાતમાં ગ્રીન કોરીડોરનો કાયદો રદ કરી સામાન્ય જનતાને પડતી મુશ્કેલી દૂર કરે એ જ અપેક્ષા, હા રસ્તા ટનાટન થાય છે એ યોગ્ય છે.
જહાંગીરપુરા – ભગુભાઈ સોલંકી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.