વડોદરા માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલે જમીનોના કૌભાંડોની ફરિયાદોના કારણે નારાજગી અને ભોગ બનનારની લાગણી સાથે વડોદરા કલેકટરને પત્ર લખ્યો છે.
છેલ્લા ૩ વર્ષમાં એન.એ. ના હુકમો, નવી શરતની જમીનમાં પ્રિમિયમના હુકમો, બીન ખેડૂતને ખેડૂત ગણી જમીનના હુકમો સરકારી જમીનોના કરેલા હુકમો જેવા કેસોને ચકાસણી કરી રીઓપન કરવા અને તેનો રીપોર્ટ દિન-૭ માં જાહેર કરવા બાબત તે વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે વડોદરા કલેકટર ને પત્ર લખ્યો હતો.
કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એન. એ. ના હુકમો, પ્રિમિયમ વાળી જમીનોના હુકમો, બિન ખેડૂતોને ખેડૂત ગણી ખેડૂતોના લાભો તેમજ કરોડો રૂપિયાની સરકારી જમીનો લાગતા વળગતાઓ પાસેથી કરોડો રૂપિયા લઇ સરકારી જમીનો આપેલ છે, તેવી ફરીયાદો મારા ધ્યાનમાં આવી છે. તેથી આવા હુકમોની ચકાસણી કરી ગેરકાયદેસર રીતે મહેસુલના કાયદાઓનું અર્થધટન ખોટુ કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે. આવા અધિકારીઓને ખુલ્લા પાડી તેમની પર ફોજદારી કેસો થાય તે માટે આ પત્ર MLA યોગેશ પટેલે લખ્યો હતો.વધુમાં તેઓએ કહ્યુ હતુ કે આવા કેસો ચકાસણી કરી રીઓપન કરવા અને તેનો રીપોર્ટ દિન-૭ માં જાહેર કરવા મારી ભલામણ છે.
જમીનને લગતા કૌભાંડોની તપાસ કરો, ધારાસભ્ય યોગેશ પટેલે પત્ર લખ્યો
By
Posted on