આવતીકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી.મંદિર પરિસરમાં ભક્તો માટે 45ટન શીરો પ્રસાદી બનાવવામાં આવી રહ્યો છે
ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે આવતીકાલે 44મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળશે તે નિમિત્તે આજરોજ ગોત્રી હરિનગર ચારરસ્તા નજીક ઇસ્કોન મંદિર પરિસરમાં વર્ષોની પરંપરા મુજબ રથયાત્રામાં ભક્તોને પ્રસાદી રૂપે વહેંચવામાં આવતા શીરા પ્રસાદી ની તૈયારી કરવામાં આવી રહી છે.45 ટન સિરો આજરોજ મંદિર પરિષદમાં બનાવવામાં આવી રહ્યો છે જેના માટે ચોખ્ખું ઘી,ડ્રાયફ્રૂટ્સ, ખાંડ સહિતની સામગ્રી સાથે મોટા મોટા તપેલામાં મંદિરમાં રસૌયા તથા સેવકો દ્વારા આ શીરા પ્રસાદીની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ આવતીકાલે સાંજે મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓ માટે મહાપ્રસાદી પણ તૈયાર કરવામાં આવશે.