વન વિભાગ દ્વારા આદમખોર દીપડા ને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા
છોટા ઉદેપુર વન વિભાગના પાવી જેતપુર રેન્જ માં કદવાલ રાઉન્ડના આંબાખુટ ગામ માં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઇ ટેટા ભાઇ બારિયા ઉંમર વર્ષ 45 જેઓ વન સંરક્ષણની કામગિરી ચાલતી હોય નિયમિત જાળવણી અર્થે જંગલમાં જતાં હતા. ગઈ કાલે સાંજે જંગલ માંથી પરત ઘર તરફ આવતા સાંજ આશરે 6 વાગ્યા ના અરસા માં વન્ય પ્રાણી દિપડા દ્વારા હુમલો કરી તેમની ખેચી જઇ જંગલ વિસ્તાર માં અંદાજે 2 કી.મી અંદર લઇ જતા વન કર્મી નું મોત થયું હતું. મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા વહેલી સવાર માં તપાસ કરતા તેમના ચંપલ ને બેગ મળી આવી હતી અને તેમના શરીર જંગલ તરફ ઘસડાઈ ને લઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. વન કર્મચારી ના મૃતદેહ ને કદવાલ સરકારી દવાખાને પીએમ કરાવવા લઈ જવામાં આવ્યો હતો અને દિપડા ને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા મૂકી પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે .
જંગલમાંથી આવતા વન કર્મચારીને દીપડાએ ફાડી ખાધો, જંગલમાં બે કિમી ઘસડી ગયો
By
Posted on