ગ્રામજનોના ટોળા હોસ્પિટલે ઉમટ્યા
છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામ ખાતે માધવ માઇક્રોન ફેક્ટરી ના છાપરા ઉપર તા 29/6/24ના બપોરે 3 વાગ્યાની આસપાસ મજુર કામ કરતા આધેડ બાવાભાઈ અલસીંગભાઇ રાઠવા ઉ વર્ષ 50 રે ડુંગર ફળિયા ગામ મલાજા કામગીરી કરવા ચડ્યા હતા. જેઓ આકસ્મિક છાપરા ઉપરથી પડી જતા મોત નીપજ્યું હતું, જેની જાણ ખુમલાભાઈ દીતીયાભાઈ રાઠવાને સાંજે 5:00 વાગ્યે ફેક્ટરી બંધ કરવા ગયા હોય તે સમયે થતા 108 બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તે પહેલા તેઓ મરણ પામ્યા હોય ડોક્ટરે પણ તેઓને મૃત જાહેર કર્યા હતા. જે બાબતે પીએમ અર્થે મૃતકના શરીરને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જામલા ગામના માજી સરપંચ જેન્તીભાઈ મંગુભાઇ રાઠવા અને મરનારના ભણીયા રાઠવા પ્રફુલભાઈ વિનુભાઈ એ ફેકટરી માલિક ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર ખાતે આવેલા માધવ microma ગઈકાલે ફેક્ટરી માલિકે મજૂર બાવાભાઈને ને છાપરા ઉપર ચડીને છાપરા રિપેર કરવાનું કહેતા મજુર છાપરા ઉપર ચડીને છાપરા રીપેર કરતો હતો. આ દરમિયાન કોઈ સેફટી બેલ્ટ કે સેફટી ની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે મજુર ઉપરથી પટકાતા એનું અવસાન થયું હતું. ફેક્ટરીમાં મજુર છાપરા ઉપરથી ફટકાયો ત્યારબાદ એને સારવારના અભાવે બે કલાક સુધી તરફડિયા ખાઈને મોતના મોઢામાં ધકેલાઈ ગયો હતો. આ બનાવવામાં ફેક્ટરી માલિકની સીધી જવાબદારી ગણીને પોલીસે કાર્યવાહી કરવી જોઈએ તેવી મારનારના પરિવાર અને ગ્રામ જનોની માંગ ઉઠી છે જ્યારે આ બનાવ બન્યો 20 કલાક જેવો સમય થયો હોવા છતાં ફેકટરી માલિક ઘટના સ્થળે આવ્યા ન હતા. આમાં ઘણું બધું બહાર આવે તેમ લાગી રહ્યું છે.
દાખલો બેસે એવી કાર્યવાહી કરો
જે રીતે હરણી બોટ કાંડ અને રાજકોટ અગ્નિકાંડ માં પોલીસે કાર્યવાહી કરી હતી એવી કાર્યવાહી કરવામાં આવે તો દાખલો બેસે. આદિવાસી સમાજના આગેવાનોમાં ચર્ચાઇ રહ્યું છે કે શું આદિવાસીની જિંદગીની કિંમત ન જીવા રૂપિયા છે.? એક ચર્ચા મુજબ ફેક્ટરીના માલિકે ગરીબ આદિવાસી કુટુંબને વજન આપી ચૂપ કરી દીધા હોય તેમ ચર્ચાય રહ્યું છે. પણ પોલીસે કડક હાથે કામ લઈને ફેક્ટરી માલિક વિરોધ બેદરકારી નો ગુનો નોંધીને હરણી બોટ કાંડમાં જે રીતે તપાસ થઈ એ રીતે તપાસ કરી અને કડક કાર્યવાહી કરવી જોઈએ એવી આદિવાસી સમાજના આગેવાનોની માગણી છે.