છોટાઉદેપુર :
છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય અગાઉ બોડેલી ખાતે નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં બોડેલી ખાતે નકલી કચેરી બનાવી રૂ ૪.૧૮ કરોડનું કૌભાંડ આચર્યુ હતું. આ કૌભાંડનાં મુખ્ય સૂત્રધાર અને આરોપી તરીકે હાલ છોટાઉદેપુર સબ જેલમાં કેદ સંદીપ રાજપૂતનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે.
સંદીપ છેલ્લા ૭ મહિનાથી જેલની અંદર હતો. આજે સાંજના ૬ વાગ્યાના સમયે અચાનક સંદીપ રાજપૂતને ગભરામણ થતા જેલ સ્ટાફને જાણ કરી હતી. જેથી તાત્કાલિક છોટાઉદેપુર જનરલ હોસ્પીટલ સરવાર અર્થે લાવવામાં આવ્યો હતો . જયાં તેનું મોત નીપજ્યું હતું અચાનક મોત થતા છોટાઉદેપુર નગર તથા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. હાલ સંદીપ રાજપૂતનાં મૃત શરીરને પેનલ પોસ્ટ મોટર્મ અર્થે વડોદરા એસએસજી મોકલી આપવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાની નકલી કચેરી કૌભાંડનાં મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું હાર્ટ એટેકથી મોત
By
Posted on