નવું મકાન બનતું હોય તેની કામગીરીમાં પુરાણ કરવા માટે કચરો, લાકડા તથા મસમોટા પથરા અને જૂના પેવર બ્લોક નાખી પુરાણ કરવામાં આવ્યું
નવા બનતા મકાનનો ખૂણો ચાલુ કામગીરીમાં જ તૂટી ગયો છે
કામગીરીમાં ગેરરીતિ થતી હોવાની પ્રજામાં ચર્ચા

છોટાઉદેપુર નગરમાં જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ આવેલી છે. જ્યાં દરેક પ્રકારના રોગના દર્દીઓ દૂર દૂરથી ઇલાજ માટે આવતા હોય છે. આ હોસ્પિટલના કેમ્પસમાં પાછળના ભાગે નવી અધ્યતન હોસ્પિટલ બની રહી છે જેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. આ બાંધકામની બાજુમાં એક નવું મકાન બને છે. જેમાં પુરાણ કરવાનું હશે કે કેમ પરંતુ હાલ કચરો લાકડા તથા મસમોટા પથરા અને જૂના પેવર બ્લોક, ટાઇલ્સ નાખી પુરાણ કરવામાં આવ્યું છે. શું અધિકારીઓની આ જગ્યાએ નજર નથી? જ્યારે કામગીરીમાં ઢીલાશ હોય તેમ લોકમુખે ચર્ચાઈ થયું છે.
ઉલ્લેખનીય છે કે આ મકાન હજુ પૂરું બન્યું નથી. પરંતુ મકાનની થતી કામગીરીમાં એક ખૂણો અત્યારથી તૂટી ગયો છે. જે બાબતે પણ કોઈ ધ્યાન આપતું નથી જે નવાઈ ભરી વાત છે. પ્રજાના આરોગ્ય માટે નિરંતર કાળજી લે છે અને આંધળો ખર્ચ કરે છે. જે ખૂબ સારી અને વખાણવા લાયક બાબત છે. પરંતુ વિકાસની થતી કામગીરીમાં ક્ષતિઓ જણાઈ રહી છે. માટી મોરમ નાખી પુરાણ કરવું જોઈએ તેની જગ્યાએ કચરો અને મોટા પથરા નાખવામાં આવી રહ્યા છે. જે કયા સુધી વ્યાજબી છે. આ બાબતે અધિકારીઓએ પણ ધ્યાન આપવું જરૂરી છે.

અહીં કોઈ તકેદારી રાખવામાં આવી નથી

છોટાઉદેપુર નગરમાં જનરલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડમાં અધ્યતન મકાનો બની રહ્યા છે. જેમાં થતી કામગીરી બાબતે ધ્યાન આપવામાં આવે તો ઘણું બધું જાણી શકાય અને બહાર આવે પરંતુ સબ સલામતની વાતો વચ્ચે કોઈ તકેદારી રાખવામાં આવતી ન હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
