Chhotaudepur

છોટાઉદેપુરમાં બની રહેલા બે માળના મકાન પરથી પડી જતા યુવાન મજૂરનું ઘટના સ્થળે મોત

છોટાઉદેપુર:;છોટાઉદેપુર નગરના ગૃરૂકૃપા સોસાયટીમાં મકાનનું કામ કરતા મોટી કનાસ ગામના મજૂરી કરતા યુવાનનું બીજા માળેથી પડી જતા મોત નિપજ્યું હતું .

ગુરૂકૃપા સોસાયટીમાં ચાલી રહેલા બે માળના મકાનમાં ધાબાનું સેંટિંગ બાંધતી વખતે ટેકો હટી જતા ધાબેથી નીચે પટકાયો હોવાનું સાથી મજૂરોએ જણાવ્યું હતું. ઉપરના ધાબેથી નીચે પટકાતા યુવાન અરવિંદભાઈ રાઠવાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

આ ગંભીર બનાવને લઈને છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને લોકટોળા ભેગા થઈ ગયા હતા. મૃતક ને જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર પંથકમાં મોટા ભાગના બાંધકામો માં મજદૂરો માટે કોઈપણ સેફટીના સાધનો નો ઉપયોગ કરાતો નથી. કોઈપણ સેફટી સાધનો વગર બાંધકામ ના કામોમાં રોજીરોટી મેળવવા મજૂરી કરતા યુવાનો ઘણીવાર અકસ્માતનો ભોગ બને છે. તેઓ સામે આ ઘટના લાલબત્તી સમાન છે. તંત્રે પણ આવા કન્સ્ટ્રક્શન કામો ઉપર જાત તપાસ કરી સેફ્ટી સાધનો પરત્વે ચકાસણી કરવી જરૂરી છે. મકાન બાંધકામ માં મજૂરી કરી પેટીયું રળતા મોટી કનાસ ના યુવાનનું મોત થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

રિપોર્ટર: સંજય સોની છોટાઉદેપુર

Most Popular

To Top