Chhotaudepur

છોટાઉદેપુરમાં આરસીસી રોડના સળિયા બહાર ઉપસી આવ્યા,વાહનચાલકો પરેશાન


છોટાઉદેપુર: છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલથી જિલ્લા સેવા સદન તરફ જતો મુખ્ય માર્ગ આરસીસી છે. જે રસ્તા ઉપર મોટા ખાડા પણ જોવા મળી રહ્યા છે. માર્ગના સળિયા બહાર ઉપસી આવ્યા છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. આ ઉપસેલા સળિયા કોઈના પગમાં વાગે અથવા વાહનને નુકસાન કરે અથવા તો અકસ્માતને નોતરું આપે તેમ લાગી રહ્યું છે. પરંતુ આ માર્ગનુ સમારકામ કરવું જરૂરી હોય તેમ તંત્રને લાગતું નથી તેમ હાલની પરિસ્થિતિને જોતા જણાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં રેફરલ હોસ્પિટલથી જિલ્લા સેવા સદન કચેરી તરફ જતા જિલ્લા સેવા સદન કચેરીના મુખ્ય દ્વાર પાસે આરસીસી રોડના સળિયા બહાર ઉપસી આવ્યા છે. જે સળિયા જોતા કોઈ વાહનને નુકસાન કરે અથવા તો અકસ્માત સર્જે તેમ લાગી રહ્યું છે. જિલ્લા સેવા સદન કચેરી ખાતે ઉચ્ચકક્ષાના અધિકારીઓ વહીવટ ચલાવી રહ્યા છે. પરંતુ તેઓના ધ્યાને આ વાત આવી નથી જે નવાઈ મારી વાત છે. આ માર્ગ ઉપર પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ આવેલી છે. જેથી અકસ્માતની રાહ જોતા પહેલા માર્ગ પર ઉપસેલા સળિયા ઉપર સિમેન્ટથી પુરાણ કરી દેવુ જોઈએ જેથી અકસ્માત સર્જાઈ નહીં કે કોઈપણ વાહનને કે વ્યક્તિને નુકસાન થાય નહીં તેવી લોક માંગ ઉઠી છે

Most Popular

To Top