Chhotaudepur

છોટાઉદેપુરમાંથી રેતીખનન કરતા 02 ટ્રક અને 20 ટ્રેકટરો સિઝ કરી, રૂ.1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો



છોટા ઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયામાં અલીરાજપુર બ્રિજ , ફતેપુરા , નાનીબેજ, સિહોદ ,સીમલીયા , સંખેડા, સિખોદ્રા , બોડેલી ખાતેથી ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા 02 ટ્રકો અને 20 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નદી ઓરસંગ નદીની રેતી ગુજરાત સહિત રાજ્યની બહાર જાય છે અને રેતી ખૂબ પ્રખ્યાત છે. છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ ટીમ દ્વારા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી બિન અધિકૃત રેતી ખનન કરતા ટ્રેકટરો ઝડપી પાડ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી અને અંદાજિત એક કરોડ કરતાં વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ખાણ ખનિજ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયામાં છોટાઉદેપુર, પાવીજેતપુર, બોડેલી તાલુકામાંથી અલગ અલગ વિસ્તાર ખાતેથી ભૂસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત દ્વારાન કરતા કુલ અલગ વિસ્તારથી રેતી ખનન કરતા 02 ટ્રકો અને 20 ટ્રેકટરો સિઝ કરી, આશરે રૂપિયા 01.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર

Most Popular

To Top