વડોદરા જિલ્લાના કુલ 447આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ત્રૃષિકેશ પટેલે હડતાળ સામે લાલ આંખ કરતાં 134 કર્મીઓએ હડતાળ પરત લઇ ફરજ પર આવી ગયા
બે આરોગ્ય કર્મીઓએ સીસીસી ની પરીક્ષા પાસ કરી ન હોવાથી તેઓને ગત તા.24 માર્ચના રોજ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 26
તા.26 માર્ચને બુધવારે સતત દસમા દિવસે આરોગ્ય કર્મીઓ હડતાલ પર રહ્યા છે.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય મંત્રી ત્રૃષિકેશ પટેલે હડતાળ કરનારા આરોગ્ય કર્મીઓ સામે લાલ આંખ કરી છે જેના કારણે આઠ જિલ્લાના બે હજારથી વધુ આરોગ્ય કર્મીઓને છૂટા કરવાનો નિર્ણય કરાયો છે જ્યારે પાંચ હજાર થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે સાથે જ એક હજાર આરોગ્ય કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે તેમ છતાં ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ હડતાળ પર પોતાના પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર યથાવત જોવા મળ્યા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ગત તા.17મી માર્ચ ને સોમવારથી પોતાના પડતર માંગણીઓ મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા હતા જેનો બુધવારે દસમો દિવસ છે છતાં કર્મચારીઓ હડતાળ પર રહ્યા છે.આરોગ્ય કર્મચારીઓ કેટલીક મુખ્ય માગણીઓ જેવી કે, ટેકનિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગું કરવો, ખાતાકીય પરીક્ષા રદ્દ કરવી, ટેકનિકલ ગ્રેડ પે નો સમાવેશ કરવો, ટેકનિકલ કેડરમાં સમાવિષ્ટ કરવાની માંગ સરકાર સમક્ષ છેલ્લા ઘણાં સમયથી કરતા આવ્યા છતાં સરકારે કોઇપણ માગણીઓ સંદર્ભે કોઈ નિર્ણય ન લેતાં આખરે ગત તા. 17 માર્ચથી આરોગ્ય કર્મીઓએ સરકાર સામે અચોક્કસ મુદતની હડતાળ નું શસ્ત્ર ઉગામ્યું હતું જે દસમા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ત્રૃષિકેશ પટેલે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલ આંખ કરી છે અને હડતાળ તોડવા માટે ‘એસ્મા’ લાગુ કરી બહાલ કરાયેલા કર્મચારીઓ પર ટર્મિનેશનની કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત નવમા દિવસે યુનિયનના મહામંત્રી આશિષ બારોટને નોકરીમાંથી છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો સાથે જ આઠ જિલ્લાના બે હજારથી વધુ આરોગ્ય કર્મીઓને છૂટા કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે જ્યારે પાંચ હજાર થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે એક હજાર આરોગ્ય કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ નો હૂકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં આરોગ્ય કર્મીઓ પોતાની માંગણીઓ મુદ્દે અડગ રહ્યા છે અને સરકાર સમક્ષ આગામી બે દિવસમાં જી.આર.ઠરાવ ન કરે કે વાટાઘાટો માટે ન બોલાવે તો આગામી દિવસોમાં રાજ્યભરમાંથી આરોગ્ય કર્મીઓએ હડતાળ પર ઉતરવાનો નિર્ધાર કર્યો છે અને કર્મચારીઓ તથા યુનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનાં નિર્ણય સામે આરોગ્ય કર્મીઓ દ્વારા ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે સાંજે કેન્ડલ માર્ચ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.કર્મચારીઓની માંગ છે કે, જ્યારે અન્ય રાજ્યોમાં આ સુવિધા છે તો ગુજરાત રાજ્યમાં કેમ નહીં? બીજી તરફ સરકાર પણ આ આંદોલનને તોડવા માટે ચેતવણી આપી છે જેમાં આરોગ્ય કર્મીઓ ફરજ પર નહીં આવે તો તેઓની સામે વધુ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા નવ દસ દિવસથી હડતાળ ને પગલે આરોગ્ય સેવાઓ પર માઠી અસર પડી રહી છે દર્દીઓને સારવાર માટે લાંબા સમય સુધી રાહ જોવાનો અથવાતો અન્યત્ર સારવાર માટે જવા મજબૂર થવાનો વારો આવ્યો છે.

વડોદરા જિલ્લાના 447 ફિક્સ પગાર કર્મચારીઓમાથી 311કર્મીઓ જ હડતાળ પર છે
ગત તા.17 માર્ચથી વડોદરા જિલ્લાના 447 ફિક્સ પગાર આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા પરંતુ સરકારે જે રીતે પગલાં લેવા આદેશ કર્યો હતો તેમા134 કર્મચારીઓ પોતાની ફરજ પર પરત ફર્યા છે જ્યારે 2 કર્મીઓએ સીસીસી ની પરીક્ષા પાસ કરી ન હોય તેઓને ગત તા.24માર્ચના રોજ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે જ્યારે બાકીના 311 કર્મચારીઓ ને શોકોઝ નોટિસ (ચાર્જશીટ) આપવામાં આવી છે જેનો કર્મીઓ જવાબ આપશે અને તેઓ હડતાળ પર યથાવત રહ્યાં છે તેઓ હાલમાં ક્યાં છે તે વિશે મને વધુ માહિતી નથી.
-ડો.મિનાક્ષી ચૌહાણ,ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, વડોદરા જિલ્લા
