*લગ્ન બાદ સાસરે ગયેલી પરિણીતાને પતિ, સાસુ અને જેઠ બહાર જાય ત્યારે ઘરમાં તાળું મારી પૂરીને જતાં*
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ઉમરેઠ તાલુકાના એક ગામમાં સમાજના રિવાજ મુજબ થયા હતા પરંતુ લગ્નના થોડા સમય બાદ પતિ,સાસુ જેઠ સહિતના સાસરીયાઓ પરિણીતાને ઘરની બહાર નિકળવા દેતાં ન હતા સાસરિયાં બહાર જાય ત્યારે પરિણીતાને ઘરમાં તાળું મારી પૂરીને જતાં, પરિણીતાને નાની નાની બાબતે મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા.પતિ પરિણીતાના પિયરિયાના દાગીના વેચી દીધા હતા તથા વિદેશ જ ઇ પરિણીતા પાસે છૂટાછેડા માંગી દબાણ કરતા સાથે જ બાળકને પોતાને સોંપી દેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે પરિણીતાએ પોતાના પતિ, સાસુ,જેઠ, કુટુંબી જેઠ અને જેઠાણી સહિતના વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા આકાશવાણી પાછળ ચિત્રકૂટ સોસાયટીમાં પ્રિયંકા અજયસિંહ સોઢા પરમાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોતાના માતાપિતા અને પુત્ર સાથે રહે છે પ્રિયંકાના લગ્ન તા.26-06-2020ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ ઉમરેઠ તાલુકાના ખાખનપુર ગામના અજયસિંહ જશવંતસિંહ સોઢા પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ પ્રિયંકાબેન લગ્ન સમયે પિયરમાંથી મળેલા દાગીના સહિતના સામાન સાથે રહેવા ગયા હતા જ્યાં પતિ, સાસુ જેઠ સહિતના સભ્યો સાથે રહેતા હતા પરિણીતા ના પતિ શું કામધંધો કરે છે તે આજદિન સુધી પત્નીને જાણ નથી, લગ્ન બાદ સાસુ તથા પતિ ઘરની બહાર નિકળવા દેતા ન હતા અને જો તેઓ ક્યાંક બહાર જાય ત્યારે ઘરમાં પરિણીતાને બંધ કરી બહારથી તાળું મારી જતાં.આસપડોશ ફળિયામાં કોઇની સાથે વાતચીત કરવા દેતાં ન હતા લગ્નના ચારેક મહિના બાદ કામકાજ બાબતે પતિ તથા સાસુ ઝઘડો કરતા તે સમયે પતિએ મોઢા પર પંદરેક લાફા ઝીંકી લોહી કાઢી નાખ્યું હોય આ બાબતની પરિણીતાએ પોતાના પિતાને વાત કરતાં ભાઇ આવીને પોતાની બહેનને વડોદરા લાવી સારવાર કરાવી હતી.લગ્નજીવન ન બગડે માટે પરિણીતા સમાધાન કરી ફરી સાસરીમાં રહેવા ગયા હતા ત્યારબાદ સગર્ભાવસ્થા દરમ્યાન પણ પતિ અને સાસુ મારઝૂડ કરતાં.પરિણીતાના ડિલીવરી સમયે પતિ સાથે ન હતો અને કોઇપણ પ્રકારનો ખર્ચ ઉઠાવ્યો ન હતો ડિલિવરી બાદ બાળકના જન્મ પછી પતિ નોકરીના બહાને પરિણીતાના પરિવારના પૈસે મોરેશિયસ ગયો હતો અને ત્યાંથી લંડન જવા પોતાની પત્ની પાસે છૂટાછેડા નું દબાણ કરતો હતો સાથે જ સાસરિયાઓ એ પરિણીતાના દાગીના ગીરવે મૂકી દાગીનાની કોઈ માહિતી આપતા ન હતા.પરિણીતાએ તપાસ કરતાં પતિને મોરેશિયસમાં કોઈ મહિલા સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ પતિ સાસુ જેઠ તેમજ કુટુંબી જેઠ અને જેઠાણીએ પોતાના પિયરમાં રહેતી પરિણીતા ને ઘરે આવી પુત્રને લઈ જવા દબાણ કરતા પરિણીતાના ઘરના લોકોએ ના પાડી હતી જેથી તેઓએ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ રીતે શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરિયાં વિરુદ્ધ પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.