Vadodara

છાયાપુરી રેલ્વે સ્ટેશન પર નવા બનેલા એસ્કેલેટર અને ફૂટ ઓવરબ્રિજનો પ્રારંભ

પ્રતિનિધિ )વડોદરા,તા.25

વડોદરાના છાયા પૂરી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો. તકતીનું અનાવરણ કર્યા બાદ એક્સલેટર શરૂ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત મુસાફરોને શુદ્ધ પાણીની સુવિધા આપવા માટે પ્લેટફોર્મ પર આરો પ્લાન્ટનો પ્રારંભ કરાયો હતો.

છાયા પૂરી રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટેની નવીનતમ સુવિધાના પ્રારંભ સાથે સ્વચ્છોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વેસ્ટન રેલવેના ડીઆરએમ, ઇસ્કોન મંદિરના મહંત સહિત વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે શ્રીફળ વધેરી તકતીનું અનાવરણ કર્યા બાદ એક્સલેટર શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુસાફરોને શુદ્ધ પાણીની સુવિધા આપવા માટે પ્લેટફોર્મ પર આરો પ્લાન્ટ નો પ્રારંભ કરાયો તો સાથે છાયા પૂરી રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંસદે રેલવે પ્લેટફોર્મ પર ઝાડુ મારી સાફ-સફાઈ કરી હતી. રેલ્વે ડીઆરએમ સહિતના મહાનુભાવો સફાઈ કાર્યમાં જોડાયા હતા અને સફાઈ કાર્ય બાદ સફાઈ સેવક કોનું સન્માન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, જણાવ્યું હતું કે સ્વચ્છ રેલ્વે સ્ટેશનના ક્રમાંકમાં વડોદરા હંમેશા ટોપ ટેન માં રહ્યું છે.

Most Popular

To Top