Vadodara

છાણીના સબ રજિસ્ટ્રારે જંત્રીના ગેરકાયદે 40 હજાર રૂપિયા વધારે વસુલ કર્યાના આક્ષેપ

છાણીના સબ રજિસ્ટ્રાર સોનલ નારસીગભાઈ ખરસાણ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે ?

માનસિક ત્રાસ, હેરાનગતિના નુકશાની સહિત રૂ.૧,૫૦,૦૦૦ તેઓના પગારમાંથી વસુલ કરવા તંત્ર સામે અરજદારની માંગ
વડોદરા: ભ્રષ્ટાચાર નો અખાડો બની ચૂકેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આર્થિક નુકસાની સાથે માનસિક ત્રાસ અને હેરાનગતિ થઈ રહી છે તેવા આક્ષેપ નિઝામપુરા ના સોશિયલ એક્ટિવિસ્ટે કર્યા હતા.
નિઝામપુરાની નવદુર્ગા સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત માંડણકા માલિકીની મિલ્કતના વેચાણ દસ્તાવેજ માટે ફેબ્રુઆરી માસની બીજી તારીખે છાણી ૦૭ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગયા હતા.સબ રજિસ્ટ્રાર એસ.એન.ખરસાણને દસ્તાવેજ રજૂ કર્યો હતો. ખરસાણે જણાવ્યું હતું કે જંત્રીની રકમ રૂ.૨૪, ૭૫૦નો સ્ટેમ્પ પેપર છે, તે રૂ. ૪૦,૦૧૦ની રકમનો સ્ટેમ્પ ઓછો છે. ખુટતો સ્ટેમ્પ ખરીદ કરી સાથે બિડાણ કરવો પડશે.
વાતચીત દરમ્યાન તેઓ થોડા ગુસ્સે થઇ ગયા હતા. ખૂટતી ન હોવા છતા ઓનલાઈન સ્ટેમ્પની રકમ રૂ.૪૦,૦૧૦ ભરપાઈ કરી હતી .
અરજદારે જણાવ્યું હતું કે. આવા કર્મચારી ઉપર તાત્કાલિક ઇન્કવાયરી થવી જોઈએ. તપાસમાં દોષીત જણાય તો સજા મળવી જરૂરી છે.
વધુમાં એમ પણ જણાવ્યું હતું કે કચેરીઓમાં દલાલોનુ પણ પ્રમાણ ઘણુ વધી ગયું છે. તેની ઊપર પણ તાત્કાલિક નિયંત્રણ લાવવુ જરૂરી છે.
માનસીક હેરાનગતી અને નુકશાની મળીને રૂ.૧,૫૦,૦૦૦ તેઓના પગારમાંથી કાયદેસર વસુલ કરી એસ.એન.ખરસાણ ઊપર કાયદાકીય જોગવાઇઓ મુજબ કડક પગલા ભરવાની રજૂઆત અધિક નોંધણી નિરીક્ષક ને પુરાવા સાથે કરી છે

જે પૂછવું હોય તે અરજદારને પૂછો.: ખરસાણ
અધિક નોંધણી નિરીક્ષકની કચેરીમાં થયેલી અરજી મુજબ સબ રજિસ્ટ્રાર સોનલ ખરસાણની સાથે રૂબરૂ ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં સરકારી કાયદા મુજબ ફરજ બજાવી છે. તમારે જે પણ કાંઈ પૂછવું હોય તે અરજદારને પૂછો. ઉચ્ચ અધિકારીના નામ ઠામ પૂછતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. એક મીડિયા સાથે આવો વર્તાવ કરતા હોય તો પક્ષકારો સાથે કેવું વર્તન કરતા હશે તે તો સબ રજિસ્ટ્રાર જ જાણે.
એજન્ટો વગર કચેરીમાં કામ જ ના થાય
સરકારના સૌથી વધુ કમાઉં દીકરા તરીકે મનાતી સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ષોથી એજન્ટ પ્રથા યથાવત છે. દસ્તાવેજ રજીસ્ટર કરાવવાનું હોય મોર્ગેજ હોય કે પછી ગિફ્ટ ડીડ કે વીલ રજીસ્ટર કરાવવું હોય ભાગ્યે જ કોઈ પક્ષકાર સબ રજિસ્ટ્રારની સામે રજૂઆત કરી શકે. કચેરીના જે તે જવાબદાર અધિકારી ગોળ ગોળ વાત કરીને પક્ષકારને એજન્ટની મદદ લેવા એટલા મજબૂર કરી દે છે કે છૂટકો જ નથી. કારણ કે એજન્ટના હાથે જ કાયદેસરની નોંધણી ફી ઉપરાંતની કડકડતી કાળી કમાણીની નોટો લેવામાં લાંચિયા રજીસ્ટ્રારને બિલકુલ ડર કે બીક રહેતો નથી. કારણકે ઉપરનો વ્યવહાર ના મળે તો કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ બને ત્યાં સુધી નોંધણી જ ના થાય. પક્ષકારો તો બંને બાજુ મરો જ છે. કચેરીમાં એજન્ટ પ્રથા બંધ છે ના માત્ર બોર્ડ મારીને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સરી જાય છે.

Most Popular

To Top