સંખેડાના વેપારી પાસેથી લાકડા ખરીદીનો. રૂ.૧,૬૭,૫૬૦ ચેક આપ્યો હતો
વેપારી સુનિલભાઈ રમેશભાઈ પટેલ ને ત્રણ મહિનાની સાદી કેદની સજા
પ્રતિનિધિ સંખેડા
સંખેડા ખાતે હિન્દુસ્તાન ટીમ્બરના નામથી ઇબ્રાહિમ સૈફુદ્દીન માની લાકડા ખરીદવા અને વેચવાનો ધંધો કરે છે. વડોદરાના ઋતુરાજ એન્ટરપ્રાઈઝના માલિક સુનિલકુમાર રમેશભાઈ પટેલે ૨૩ માર્ચ ૨૦૧૮ ના રોજ હિન્દુસ્તાન ટીમ્બર માર્ટમાંથી પાઈનના લાકડા રૂા.૧,૬૭,૫૬૦ ના ખરીદીને બિલની રમનો ચેક આપ્યો હતો. આ ચેક સુનિલકુમાર રમેશભાઈ પટેલના ખાતામાં નાખતા ચેક રિટર્ન થયો હતો.
જેથી હિન્દુસ્તાન ટીમ્બર માર્ટના પાર્ટનર અને વહીવટકર્તા ઇબ્રાહિમ સૈફુદ્દીન માનીએ સંખેડા કોર્ટમાં વકીલ રણજિતભાઈ તડવી મારફતે ઋતુરાજ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર સુનિલકુમાર રમેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ અંગેનો કેસ સંખેડા કોર્ટમાં ચાલી જતાં સંખેડા કોર્ટના ન્યાયાધીશ કુ.પી.પી.સોનીએ વકીલ રણજીતભાઈ તડવીની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી સુનિલકુમાર રમેશભાઈ પટેલ ને ત્રણ મહિનાની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.