દાહોદ :
દાહોદ શહેરમાં રહેતાં એક વેપારીએ વર્ષ ૨૦૧૯-૨૦ના સમયગાળા દરમ્યાન ઝાલોદના લીમડી નગરના એક વેપારીને ઉછીના ૫,૭૫,૦૦૦ આપ્યાં હતાં જે નાણાંના બદલામાં લીમડીના વેપારએ બેન્ક ખાતાનો ચેક આપતાં અને આ ચેક બેન્કમાંથી રિટર્ન થતાં આ મામલાનો કેસ દાહોદની એડીશન ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં આરોપી લીમડીના વેપારીને એક વર્ષની સજા તેમજ રૂા.૫,૭૫,૦૦૦નું વળતર અપાવવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે દર્પણ રોડ ખાતે મેટ્રો ટાવર કોમ્પલેક્ષમાં વેપાર કરતાં વેપારી સચીનભાઈ પ્રવિણભાઈ શ્રીમારે વર્ષ ૨૦૧૯-૨૦ના સમયગાળા દરમ્યાન ઝાલોદના લીમડી નગરમાં રહેતાં અને વેપારી તુષારકુમાર પ્રદીપભાઈ કડીયાને ઉછીના ૫,૭૫,૦૦૦ આપ્યાં હતાં. આ નાણાં આપ્યાં બાદ દાહોદના વેપારી સચીનભાઈ શ્રીમારે અવાર નવાર નાણાંની માંગણી કરતાં ઝાલોદના લીમડી નગરના વેપારી તુષારકુમાર કડીયા અવાર નવાર ગલ્લા તલ્લા કરતાં હતાં અને આખરે આરોપી વેપારી તુષારકુમાર કડીયાએ પોતાની બેન્કનો ચેક દાહોદના વેપારી સચીનભાઈ શ્રીમારને રૂા.૫,૭૫,૦૦૦નો ચેક ભરીને આપ્યો હતો. આ ચેક સચીનભાઈ શ્રીમારે પોતાની બેન્કમાં જમા કરાવતાં જેમાં આરોપી વેપારી તુષારકુમાર કડીયાના બેન્ક ખાતામાં પુરતા નાણાં ન હોવાને કારણે ચેક બેન્ક તરફથી રિટર્ન થયો હતો. આ બાદ દાહોદના વેપારી સચીનભાઈ શ્રીમારે ઝાલોદના લીમડી નગરના વેપારી તુષારકુમાર કડીયા વિરૂધ્ધ દાહોદની કોર્ટમાં ચેક રિટર્ન કેસ સબબ કેસ કરતાં આ કેસ દાહોદની એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ગતરોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો અને જેમાં ઝાલોદના લીમડી નગરના આરોપી વેપારી તુષારકુમાર કડીયાને એક વર્ષની સજા તથા રૂા.૫,૭૫,૦૦૦નું વળતર દાહોદના વેપારી સચીનભાઈ પ્રવિણભાઈ શ્રીમારને ચુકવવાનો આદેશ કર્યાે કરવામાં આવ્યો હતો.
—————————————-