ચોમાસા પહેલા ટ્રી કટિંગ કામગીરી શરૂ કરાઇ
વડોદરા પાલિકાના ત્રણ હજારથી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હતા. ચૂંટણી બાદ પાલિકા એકશન મોડમાં આવી ગઈ હતી અને ટ્રી કટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
આજથી પાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચોમાસુ ને બસ થોડો સમય બાકી હોવાથી પાલિકા દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં ટ્રી કટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ચોમાસામાં મોટા તોતિંગ વૃક્ષ જમીનદોસ્ત થતાં હોવાની ઘટના સામે આવતી હોય છે અને ઘણું નુકશાન થતું હોય છે. વૃક્ષ પડવાથી રોડ રસ્તા કેટલાક સમય માટે બંધ થઈ જાય છે .
કોઈ અનિચ્છનીય બનાવ ન થાય માટે આજથી ટ્રી કટિંગ કરવાનું કામ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
