વાઘોડિયાના જરોદ પોલીસ હદ નજીક રાહકુઈ ગામે બનાવ
સીસીટીવી ફુટેજની મદદથી તપાસ તેજ કરાઈ
વાઘોડિયા:
વાઘોડિયા- જરોદ રોડ ઉપર રાહકુઈ ગામ નજીક રાજેન્દ્રપ્રસાદ બાબુભાઈ આઠીયા (70) રહે.રાહકુઈ પટેલ ફળીયુ તેમના ભાભી નર્મદાબેન નવીનચંદ્ર પટેલ (77) રહે. રાહકુઈ, તા. વાઘોડિયાને લઈને વિઘવા સહાયનુ પેન્શન ઊપાડવા રસુલાબાદ ખાતેની SBI બેંકમા ગત્ રોજ સવારે દસ વાગ્યાના અરસામાં સ્કૂટર ઉપર જઇ રહ્યા હતા ત્યારે અચાનક રાહકુઈ ગામ પાસે વૃદાવન ટાઊનશીપ સામે સ્કૂટરને ઝાટકો લાગ્યો હતો. ૨૦ થી ૩૦ વર્ષની ઉમરના બે અજાણ્યા ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક પર આવી વૃધ્ધાના ગળામાંથી સોનાનો અછોડો ચાલુ બાઈકે આંચકી લઈ રસુલાબાદ તરફ ભાગ્યા હતા.અચાનક ગડાનો અછોડો ખેંચાતા નર્મદાબેન ચાલુ સ્કુટર પરથી રોડ ઉપર પટકાતા તેમના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.નીચે પડેલા ઘાયલ મહિલા અછોડો… અછોડો.. એવી બુમ પાડી ભાગેલા બાઈક ચાલકોને બતાવતા હતા. સ્કુટર પરથી પડેલા વૃધ્ધાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા નર્મદાબેનને પ્રથમ જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યા હતા.અહી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા
હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયુ હતું.

નર્મદાબેને સોનાનો અછોડો પહેર્યો હતો જે રૂ.૭૦ હજારની કિંમતનો હતો.જરોદ પોલીસ મથકે સમગ્ર મામલે હત્યા અને લુટનો ગુન્હો આ બનાવને લઈ નોંઘાયો હતો. જીલ્લા LCB અને જરોદ પોલીસે અછોડાતોડોને ઝડપી પાડવા માટે રોડ પર લાગેલા સીસીટીવી ચેક કર્યા હતા. આ સીસીટીવી ફુટેજની મદદથી LCB અને જરોદ પોલીસે લુટ અને હત્યા કરનાર અછોડાતોડને જડપી પાડવાના ચક્રો તેજ કર્યા છે.
