આણંદ તા.8
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન્સ (CMPICA) દ્વારા રાષ્ટ્રીય કક્ષાના કમ્પ્યુટર ટેક્નોક્રેટસ સિમ્પોઝિયમ ‘IGNITE – 2024’નું આયોજન કરવામાં આવ્યું હતું.
ચારૂસેટ ખાતે રાષ્ટ્રીય કક્ષાના કમ્પ્યુટર ટેકનોક્રેટ્સ સિમ્પોઝિયમનો આરંભ સૌપ્રથમ વર્ષ 2010 માં શરૂ કરવામાં આવ્યો હતો. બાદાં તેમાં દર વર્ષે વિદ્યાર્થીઓની વધુ ભાગીદારી સાથે અને વ્યાપક સ્તરે આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે ભાગ લેવા, સ્પર્ધા કરવા અને તેમની સાથે વાર્તાલાપ કરવાની અભૂતપૂર્વ તક પૂરી પાડી હતી. આ IGNITE એ ટેક ફેસ્ટ છે, જે વિદ્યાર્થીઓને તેમની છુપાયેલી પ્રતિભાને ઓળખવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
આ સમારંભની શરૂઆત પ્રતિષ્ઠિત મહેમાનો, ફેકલ્ટી સભ્યો ઇગ્નાઇટ 2024ની શરૂઆતમાં સંયુક્ત રીતે દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા. જેના ઉદ્ઘાટન પછી CMPICA વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં CMPICA અભ્યાસક્રમો, સ્કોલરશીપ, ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓની માહિતી રજુ કરવામાં આવી હતી.
આ વર્ષે સમગ્ર ગુજરાતની 31 વિવિધ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સંસ્થાઓમાંથી એક હજારથી વધુ સ્પર્ધકોએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે વિવિધ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોડકર્મા (C/Java), બ્રેનિએક બેટલ (ક્વિઝ), ડીબી-બઝર (ડેટાબેઝ), વેબ-ક્રાફ્ટ (વેબ ડિઝાઈનિંગ), પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર અને ઈગ્નાઈટ ગોટ ટેલેન્ટ (સાંસ્કૃતિક સ્પર્ધા), રમતગમત (ચેસ) નો સમાવેશ થતો હતો.
આ સ્પર્ધાઓએ વિદ્યાર્થીઓને તેમની છુપાયેલી પ્રતિભાઓને ઓળખવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. વિજેતા અને રનર અપને પ્રમાણપત્રો, રોકડ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. બધા સ્પર્ધકોએ સક્રિયપણે ભાગ લીધો હતો.
ચારુસેટમાં રાષ્ટ્રીય કક્ષાનો કમ્પ્યુટર ટેક્નોક્રેટસ સિમ્પોઝિયમ ઉજવાયો
By
Posted on