પ્રતિનિધિ વડોદરા તા.21
વડોદરા જિલ્લાના ચણોદ ગામે રહેતા 20 વર્ષી યુવક કર્મકાંડી બ્રાહ્મણ એમએસ યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરે છે. તેમને કોઈક ઠગે સોશિયલ મીડિયા આઇડી પર લિંક મોકલી શેરમાર્કેટમાં 10 હજાર ઇન્વેસ્ટ કરશો તો ચાર ગણા, 40 હજાર પ્રોફિટ થશે તેવી લાલચ આપી ત્યારબાદ લિંકમાં પ્રોફિટ સાથે રૂ.57 હજાર બતાવ્યાં હતા. જેનો જીએસટી ભરવો પડશે તેમ કહ્યું હતું. જેથી યુવકે ઓનલાઇન જીએસટી ભરીને બાકી રૂપિયા પરત આપવા કહ્યું હતું. ત્યારે આ રૂપિયા આપવા માટે યુવક પાસેથી અલગ અલગ રૂ. 2.38 લાખ વસુલી કરી તેના બંને એકાઉન્ટ સાફ કરી નાખ્યાં હતા. જેથી યુવકે ભાઇ સાથે વધુ રૂપિયા માગતા ઠગે તારી ફ્રોડ થયો હોવાનુ કહેતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ડભોઇ તાલુકાના ચાણોદ ગામે ચોકસી બજારમાં રહેતા મીતભાઈ તુષારભાઈ ભટ્ટ (ઉં.વ.20) કર્મકાંડી બ્રાહ્મણ છે અને એમ.એસ, યુનિવર્સિટીમાં ટીવાય બીએસસીમાં અભ્યાસ કરે છે. 19 નવેમ્બરના રોજ સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લીંક આવી હતી જેમાં શેરમાર્કેટની ટ્રેડ વિથ વિકાસ નામની ચેનલ હતી.તમે શેર માર્કેટમા રૂ.10 હજાર ઇન્વેસ્ટ કરશો તો ચાર ગણા એટલે કે, રૂ.40 હજારનો પ્રોફીટ થશે એમ જણાવાયું હતું જેથી આ લીંક ઉપર ક્લિક કરતાં એક વોટસએપ ખુલ્યું હતુ. જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને હિન્દી કે અંગ્રેજી ભાષામાં તમે કેટલા રૂપીયા ઇન્વેસ્ટ કરવા માંગો છો , એમ મેસેજથી પુછપરછ કરી હતી. જેથી યુવકે રૂ.10 હજાર ઇન્વેસ્ટ કરવા માંગુ છુ તેવો મેસેજ કર્યો હતો. યુવકે રૂ.10 હજાર ઓનલાઇન ઇન્વેસ્ટ કર્યાં હતા. ત્યારે કોઇ વોટસએપમાં રૂ.57 હજારનો પ્રોફીટ થયા હોવાનો મેસેજ કર્યો હતો. ત્યારબાદ વ્યક્તિએ તેમને તે જ દિવસે પ્રોફીટની રકમમાંથી રૂ.12 હજાર જેટલું જીએસટી લાગશે એમ કહી ક્યુઆર કોડનો સ્ક્રીનશોટ મોકલ્યો હતો અને યુવકે આ અજાણ્યા વ્યક્તિને મેસેજથી તમારૂ જીએસટી કાપીને બાકીનું પેમેન્ટ મોકલી આપો. ત્યારે તમારે વેરીફીકેશન ચાર્જ આપવો પડશે તેમ કહ્યું હતું. જેથી યુવકે ના પાડતા તેઓએ પોલિસીમાં હોય અને આ ચાર્જની રકમ તમને પરત મળી જશે તેવી વાત કરતા યુવક લાલચમાં આવી ગયો હતો અને વિથડ્રોઅલ ફાઈલ ચાર્જ, બ્રોકરેજ ચાર્જ, એકાઉન્ટ વેરીફીકેશન ચાર્જ, મેનેજર ચાર્જ જેવા બે અલગ ચાર્જના નામે અલગ અલગ દિવસે પૈસાની માંગણી કરી હતી. તેમને આ ચાર્જની રકમ ચુકવવા માટે અલગ યુપીઆઇ મોકલતો હતો.જેથી યુવકે 29 નવેમ્બર 2024થી 4 ડિસેમ્બર 2024 સુધીમાં રૂ. 2.78 લાખ ચુકવ્યાં હતા. યુવકના બન્ને બેંક એકાઉન્ટમાં પૈસા રહ્યા ન હતા અને આ ઠગે અલગ અલગ ચાર્જ પેટે પૈસાની માંગણી ચાલુ રાખ્યું હતું. યુવકે તેની માસીના દિકરાને ફોન કરી રૂપિયા માંગતા શા માટે રૂપિયા જોઇએ છે તેમ પુછતા તેણે તમામ વિગત જણાવતા કહ્યું કે તારી સાથો ફ્રોડ કરી રહ્યો છે. જેથી યુવકે ચાણોદ પોલીસ સ્ટેશનમાં ઠગાઇન ફરિયાદ નોંધાવી છે.