Dabhoi

ચાંદોદમાં એસ.ટી. બસ વીજ થાંભલા સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

ડભોઈ:
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાંદોદ પંચાયત નજીક આજે સવારે એસ.ટી. બસ વીજ થાંભલા સાથે અથડાતા બે વીજ થાંભલાઓને ભારે નુકસાન થયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


મળતી માહિતી મુજબ, બસના ડ્રાઇવરની બેદરકારીના કારણે બસ અચાનક નિયંત્રણ ગુમાવી રસ્તાની બાજુમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બે વીજ થાંભલા નુકસાનગ્રસ્ત થયા હતા.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિ સંભાળી હતી.
ઘટનાની જાણ એમજીવીસીએલને કરવામાં આવતા તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી અને સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top