Charotar

ચરોતરના 20 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી સામે 6 મુકાયાં

ખેડાના નવ પીઆઈની બદલી સામે બે મુકાયાં, આણંદમાં 11 પીઆઈની બદલી સામે ચાર મુકાયાં
(પ્રતિનિધિ) આણંદ તા.26
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા બદલીનો દોર શરૂ કર્યો છે. જેમાં 254 જેટલા બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. આ બદલીના ઓર્ડરમાં ચરોતરના 20 પોલીસ ઇન્સ્પેક્ટરને અન્યત્ર મુકાયાં છે. જોકે, તેની સામે બદલી થઇને આવેલા માત્ર છ જ પોલીસ ઇન્સ્પેક્ટર છે.
ખેડા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર વિધિ શશીકાન્ત પરમારની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં બદલી થઇ છે. તેવી જ રીતે જયેશભાઈ વકમતભાઈ વાઢીયાને રાજકોટ શહેર, અંકુશ મનોજભાઇ ગેલોતની મહેસાણા, હેતલબહેન માલજીભાઈ રબારીની છોટાઉદેપુર, સમીર રમેશચંદ્ર ચૌહાણ સીઆઈડી ક્રાઇમ, રાધાબહેન મનુભાઈ પરમારને સીઆઈડી ક્રાઇમ, સંજયકુમાર બળદેવભાઈ દેસાઇની સુરત શહેર, અલ્પેશકુમાર બળવંતકુમાર મહેરીયાની પાટણ, રીના ધર્મેન્દ્ર ચૌધરી વાવ – થરાદ બદલી થઇ છે. જ્યારે ખેડા જિલ્લામાં પરેશકુમાર પ્રવિણકુમાર જાની વડોદરાથી અને મિત્તલબહેન કિરીટભાઈ પટેલ દાહોદથી મુકાયાં છે.
આણંદ જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર ભાર્ગવ મહેશભાઈ માળીને સુરત ગ્રામ્યમાં મુકવામાં આવ્યાં છે. તેવી જ રીતે ઘનશ્યામસિંહ મેરુભાઈ પાવરાને દેવભુમિ દ્વારકા, શૈલેષભાઈ માવજીભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમ, વિજયકુમાર કનુભાઈ રાઠોડને અમરેલી, કિંજલબહેન નરેશભાઈ ચોપડાની બોટાદ, જયેશકુમાર કરમશીભાઈ ભરવાડની સુરત ગ્રામ્ય, મહેશભાઈ રમણભાઈ રાઠોડ (વાળંદ)ને વાવ- થરાદ, અમરસિંહ દશરથસિંહ પુવારને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, મહેશભાઇ મોહનભાઈ જુજાની વડોદરા શહેર, નરપતસિંહ બહાદુરસિંહ ડોડીયાની સીઆઈડી ક્રાઇમ, ગોપાલ સાંગાભાઈ ગઢવીની રાજકોટ ગ્રામ્ય બદલી થઇ છે. જ્યારે આણંદમાં બદલી થઇ આવેલામાં સુરત ગ્રામ્યમાંથી અમૃતભાઈ જીવાભાઈ દેસાઇ, અરવલ્લીથી ભાવનાબહેન બાબુભાઇ ડાભાણી, વડોદરા ગ્રામ્યના રાજદીપસિંહ ભગવતસિહ વનાર, જી-2 શાખાના કૃણાલસિંહ નરેન્દ્રસિંહ ડોડીયાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top