Godhra

ઘોઘંબાના ખડપા પાસે બુટલેગરનો PSI પર જીવલેણ હુમલો

પોલીસ અધિકારીને ગંભીર ઇજા , ૧ લાખનો દારૂ જપ્ત

ગોધરા: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખડપા ગામ પાસે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા વોચમાં ઉભેલા રાજગઢ પોલીસ મથકના PSI પર એક બુટલેગરે બાઇક ચઢાવી જીવલેણ હુમલો કર્યો હતો. રાજગઢ પોલીસ મથકના PSI એસ.એમ. ડામોર ખડપા ગામ પાસે શંકાસ્પદ વાહનોના ચેકિંગ માટે વોચમાં હતા.તે દરમિયાન મહેશ રાઠવા નામનો શખ્સ પોતાની બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહ્યો હતો. PSI ડામોરે તેને રોકવા માટે ઈશારો કરતા બુટલેગરે પોતાની બાઇક ઉભી રાખવાને બદલે PSI પર ચઢાવી દેતા પોલીસ અધિકારીને હાથ-પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પગલે તેમને તાત્કાલિક ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આરોપીની તસવીર

હુમલો કર્યા બાદ ભાગવાની ફિરાકમાં બુટલેગરે પણ બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તે ઝાડ સાથે અથડાતા તેને પણ ઇજાઓ પહોંચી હતી.જેથી પોલીસે તેની ધરપકડ કરી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી તપાસ દરમિયાન બાઇક પરથી આશરે ૧ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તેને જપ્ત કર્યો હતો. આ હિંસક ઘટનાને પગલે રાજગઢ પોલીસે બુટલેગર વિરુદ્ધ દારૂની હેરાફેરી તેમજ પોલીસ અધિકારીની હત્યાના પ્રયાસ અને ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Most Popular

To Top