ગૌરી વ્રત ના જવારા વિસર્જન કરવા જતાં 35 વર્ષીય યુવક પ્રકાશ ચુનારા વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ ખાતે ડૂબ્યો.
મંગળવારની રાત્રે દુર્ઘટના સર્જાતાં તળાવ ફરતે લોકટોળાં ઉમટ્યા,પરિજનોના આક્રંદથી વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી
ફાયબ્રિગેડના જવાનોએ તાત્કાલિક બોટ, દોરડાં રબ્બર ટ્યુબ, ટોર્ચ સહિતના ઉપકરણો સાથે વરસાદ વચ્ચે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી..
ગૌરી વ્રતના 5મા દિવસના વ્રત કરી જાગરણ કરીને કુંવારિકાઓ દ્વારા જવારા વિસર્જન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં જવારા વિસર્જન કરવા માટે પ્રકાશ ચુનારા નામનો યુવક ત્યાં તળાવમા ઉતર્યો હતો ત્યારે અચાનક પ્રકાશ ચુનારા નામનો અંદાજે 35 વર્ષીય યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં દાંડિયા બજાર અને ગાજરા વાડી ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી.રાત્રીનો સમય અને સાથે જ વરસાદ પણ શરૂ હતો ત્યારે ફાયરબ્રિગેડની ટીમે બોટ, રબ્બર ટ્યુબ, દોરડાં, ટોર્ચ જેવા સાધનોની મદદથી યુવકની શોધખોળ હાથ ધરી હતી આખરે ફાયર વિભાગને ભારે જહેમત બાદ યુવકની બોડી મળી આવી હતી. યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો તે દરમિયાન તેના પરિજનોના આક્રંતથી રાત્રે આ વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. મૃતક યુવકને 108 ની ગાડીમાં સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.એક તરફ વડોદરાના તમામ તળાવો,જળાશયો પર પ્રતિબંધ હોવા છતાં તંત્ર દ્વારા તળાવ પર સુરક્ષા મૂકવામાં આવી ન હતી ત્યારે આ યુવક જવારા વિસર્જન કરવા માટે પહોંચ્યો હતો અને પાણીમાં પગ લપસતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો તંત્ર દ્વારા તળાવ ખાતે સુરક્ષા મૂકવામાં આવી હોત તો આ ધટના બની ન હોત ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી જોવા મળી હતી અને બકરા વાડીમાં રહેતો પ્રકાશ ચુનારા નામનો યુવક પાણીમાં ડૂબ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોને રાત્રે વરસાદ વચ્ચે ભારે જહેમત ઊઠાવવી પડી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા દોરડા, ટોર્ચ અને બોટ ની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે ફાયર બ્રિગેડના જવાનોને યુવકની બોડી મળી આવતા 108 ની ગાડીમાં વડોદરા શહેર ની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો