Vadodara

ગોલ્ડન બ્રિજ પાસેથી હરણી પોલીસે વિદેશી દારૂ સાથે મધ્ય પ્રદેશના શખ્સને ઝડપી પાડયો

પ્રતિનિધિ વડોદરા તા.3
વડોદરા શહેર નજીક ગોલ્ડન બ્રિજ પાસેથી મધ્યપ્રદેશના શખ્સને રૂપિયા 72 હજારના વિદેશી દારૂ સાથે હરણી પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગર તથા સપ્લાયર ને વોન્ટેડ જાહેર કરાયા છે.
હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવાની સૂચના હેઠળ 2 જાન્યુઆરીના રોજ ટીમના માણસો વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલી બાતમી આધારે ગોલ્ડન બ્રીજ પાસેથી એક ઇસમને હરણી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની તપાસ કરી હતી તેની પાસેના થેલામાંથી વિદેશ દારૂ ની બોટલ અને ક્વાટરિયા મળી રૂ. 72 હજારનો દારૂ મળી આવ્યો હતો. જેથી આ દારૂ લઈ જતા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અરવિંદ રડતીયા ડામોર (અલીરાજપુર, મધ્યપ્રદેશ) મધ્ય પ્રદેશનો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને દારૂ મોકલનાર જુવાનર્સિંગ છોટીયા ડામોર (રહે- અલીરાજપુર, મધ્યપ્રદેશ) તથા મુદ્દામાલ મગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જેથી દારૂ કોણે મંગાવ્યો હતી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top