Vadodara

ગોરવા-મધુનગર વિસ્તારના સિફા કોમ્પલેક્સમાં લિફ્ટ 5માં માળેથી પટાકાતાં ડિલિવરીમેનને ઇજા


બિલાડી ફસાઇ જતાં કેબલ તૂટ્યો, મોટી દૂર્ઘટના ટળી

ડિલિવરીમેન લિફટમાં પાંચમાં માળે દૂધ આપવા જઈ રહ્યો હતો, બિલાડી છઠ્ઠા માળે લિફ્ટ કેબિનમાં ફસાઈ જતાં ઘટના બની

ડિલિવરીમેનને પીઠમાં ગંભીર ઈજા થવા પામી હતી

વડોદરા શહેરના ગોરવા-મધુનગર વિસ્તારમાં આવેલા સિફા કોમ્પલેક્સની લિફ્ટમાં બિલાડી ફસાઈ જતાં લિફ્ટનો કેબલ તૂટી જવાની ઘટનામાં લિફ્ટ 5માં માળેથી ધડાકાભેર નીચે પટકાઈ હતી. લિફ્ટમાં દૂધના ડિલીવરીમેનને આ અકસ્માતમમાં પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સદનસીબે લીફ્ટમાં વધુ વ્યક્તિ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલા સિફા કોમ્પલેક્ષના રહેવાસીઓને અર્પિત કુમાર નારણભાઈ દેસાઈ દરરોજ દૂધ આપવા માટે આવે છે. બુધવારે સવારે પણ રાબેતા મુજબના સમયે તે લિફટમાં પાંચમાં માળે દુધ આપવા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક લિફ્ટનો કેબલ વાયર તૂટી જતાં લિફ્ટ સડસડાટ ભોયતળીયે પહોંચી ગઇ હતી. લિફ્ટ ભોયતળિયે ધડાકાભેર પટકાતાં અવાજ સાંભળીને કોમ્પલેક્ષના રહેવાસીઓ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લિફ્ટમાં દૂધના ઇજાગ્રસ્ત ડિલીવરીમેન અર્પિતને સારવાર માટે તાત્કાલિક નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લિફ્ટનો કેબલ કઈ રીતે તૂટ્યો એ અંગે તપાસ કરાવતા લિફ્ટના છઠ્ઠા માળે આવેલા કેબિનમાં એક બિલાડી ફસાઈ જતાં મેઈન કેબલ તૂટી જતાં આ અકસ્માત સર્જાયાનું સ્પષ્ટ થયું હતું આ અકસ્માતમાં ઘવાયેલા ડિલીવરીમેનને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું તબીબે જણાવ્યું હતું. ગોરવા પોલીસે સોસાયટીના સભ્યો અને પ્રમુખનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top