હત્યામાં સામેલ બે પૈકી એક આરોપીની ધરપકડ
વડોદરા |
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં સનસનાટીભર્યો હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગોરવા ગામના ગેટ પાસે આવેલા એક ગલ્લા પર બે શખ્સોએ હથિયારોથી હુમલો કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઘટના 23 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે બની હતી. અચાનક બનેલા આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા ગોરવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઝડપી કાર્યવાહી કરી હત્યામાં સામેલ બે પૈકી એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપવા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હત્યામાં મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હત્યાના કારણો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.