ધારાસભ્ય કેયુર રોકડીયાએ તંત્રને દોડતું કરતા આઇટીઆઇથી સહયોગનગરના લારી ગલ્લાના દબાણો દૂર કરાયા
વડોદરાના ગોરવા વિસ્તારમાં કેટલાક લારી ગલ્લાવાળાની દાદાગીરીના કિસ્સા બહાર આવ્યા બાદ ધારાસભ્ય કેયુર રોકડીયાએ તંત્રને દોડતું કરતા આઇટીઆઇથી સહયોગ નગર સુધીના રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરામાં ગુજરાત બહારના લોકો આવી કોઈક ક્યાંક શાકભાજી ની લારી ચલવે છે તો ક્યાંક ભંગારની દુકાન તો ક્યાંક ચાય નાસ્તાના ખુંચા લગાવી ને ધંધો કરવા લાગ્યા છે. જેના કારણે આજુબાજુ ની લારી ગલ્લા અને નાસ્તાની રેકડી વાળાઓમાં અંદરો અંદર મગજમારીમાંથી ઉગ્ર સ્વરૂપ લઈ ને એક બીજા જોડે મારામારી ના બનાવો સામે આવ્યા છે. ત્યારે વડોદરા ના ગોરવા વિસ્તાર માં બે દિવસ પહેલા થયેલી બોલાચાલીને લીધે એક છોકરો અંગત અદાવતે ગોરવા વિસ્તાર ની એક સોસાયટી માં ખુલ્લે આમ ચપ્પુ લઈ ને કોઈ ને મારવા ફરી રહ્યો હતો. અને ગઈ કાલે બીજી ગટના માં એક શાકભાજી વાળા ને બીજા એ પથ્થર થી માથું ફોડી નાખ્યું હતું અને ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારે વિસ્તાર ના જાગૃત અને યુવા નેતા ધારાસભ્ય કેયુર રોકડીયા આવા બનાવો ને લઈ ને ગોરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને આવા લુંખ્ખા તત્વો ને પકડી કડક સજા આપવા પોલીસ ને જાણ કરી હતી. રોકડિયાએ મહાનગરપાલિકાના તંત્રને પણ દોડતું કરતા આઇટીઆઇથી સહયોગ નગર સુધીના લારી ગલ્લાના દબાણો દૂર કરાયા હતાં.