પ્રતિનિધિ ગોધરા તા.18
ગોધરાના , વાવડી બુઝર્ગ ખાતે એક મકાનમાં બંધ દરવાજાની અંદર ચાલી રહેલા જુગારધામ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), પંચમહાલ-ગોધરાએ દરોડો પાડી કુલ 7 જુગારીયાઓને પકડી પાડ્યા પોલીસ દ્વારા ₹ 1,40,000/- નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે LCB ગોધરાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન LCBના એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીનને ખાનગી બાતમી મળી હતી કે વૈજનાથ સોસાયટીના મકાન નંબર 07માં જીગરભાઈ ગોવિદભાઈ શાહ કેટલાક માણસો સાથે ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.બાતમીના આધારે, પોલીસ સ્ટેશન ઇન્સ્પેકટર એસ.આર. શર્મા અને તેમની ટીમે મકાન પર રેડ કરી. જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં મકાન માલિક જીગરભાઈ ગોવિદભાઈ શાહ રહે. વૈજનાથ સોસાયટી, વાવડી બુઝર્ગ,ધર્મેન્દ્ર વિનોદભાઈ ગોસાઈ રહે. વાવડી બુઝર્ગ, અશ્વિન રામગીરી ગોસ્વામી રહે. સુરજ રેસીડેન્સી, ગોધરા, આશિષભાઇ અનિલભાઈ કામદાર રહે. જયમાતાજી સોસાયટી, ગોધરા, વિજયભાઈ રમેશભાઈ પટેલ, મહેશભાઈ કનુભાઈ પટેલ અને વિક્રમભાઇ નરસિહભાઈ વણઝારા આ ત્રણેય રહે. શ્યામકુંજ સોસાયટી, બામરોલ ખુર્દ, ગોધરાનાઓ હતા. પોલીસે આ તમામ આરોપીઓને રોકડા રૂપિયા અને જુગારના સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.