Kalol

ગોધરા: મહિલા વકીલની ઓફિસ બહાર વારંવાર પેશાબ કરી જાતિ વિષયક અપમાન કરતા બે વકીલો સામે ફરિયાદ નોંધાઈ

ગોધરામાં એક મહિલા વકીલે બે વકીલો સામે ફરિયાદ કરી
કાલોલ:
પંચમહાલ જિલ્લા સેશન્સ કોર્ટ સામે મહિલા વકીલ સુનીતાબેન રોહિત ની ઓફિસના દરવાજા સામે કોઈક અજાણ્યા વ્યક્તિ દ્વારા વારંવાર પેશાબ કરવામાં આવતો હતો. અને દરરોજ આ વકીલ દ્વારા સાફસફાઈ કરવામાં આવતી. તા. 28 મે 2025 ના રોજ વકીલ સુનીતાબેનની ઓફિસના દરવાજા પર પેશાબ ભરેલી થેલી લટકાવવામાં આવતા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી હતી.ત્યારબાદ તા.30 મે 2025 ના રોજ બાજુની ઓફિસના વકીલ મૃણાલ ચંદ્રકાંત ચૌહાણ જોરજોરથી ચિલ્લાઈને જુનિયર વકીલને બોલતા હતા કે, મારે તારા સિનિયર લુખ્ખીને વાળ પકડીને મારવી પડશે.એમ કહેતા જ બંને વકીલો સામસામે આવી જતા મામલો બીચકયો હતો. ત્યારબાદ વકીલ આશુતોષ નારણભાઈ પટેલ દોડતા આવતા તેમણે કહ્યું હતું કે હુ પેશાબ કરતો હતો, તારાથી જે થાય તે કરી લે. એમ કહી જાહેરમાં જાતિવાચક અપમાનજનક શબ્દો બોલતા બંને વકીલો વિરુધ્ધ ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર મહિલા વકીલનો પીછો કરવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે.તેઓની જુનિયરને પણ ધમકાવવામાં આવે છે કે તારે કોર્ટમાં આવવું નહી. તું વકીલ નથી. તેઓની ઓફિસમાં આવતા જુનિયર વકીલોને પણ વાતચીત કરવાના બહાને રસ્તામાં ઊભા રાખીને મહિલા વકીલ વિરુદ્ધ ચડામણી કરી તેઓની જાતિ વિષે ખરાબ શબ્દો બોલે છે. આમ, એક વકીલની ઓફિસ બહાર બીજા વકીલ દ્વારા પેશાબ કરાવી, થેલી લટકાવવાના કિસ્સામાં, જાતી વિષયક અપમાન કરવાના બનાવમાં કુલ 2 વકીલ સામે થતા ગોધરા વકીલ આલમમાં મામલો ચર્ચાને એરણે ચડ્યો છે.

Most Popular

To Top