ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આઈ.ટી.આઈ ની નજીકમાં એક ઇકો ગાડી ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નિપજ્યા હતા. બનાવની જાન 108 ને થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. જેમાં બે ઈસમોની હાલત નાજુક હોવાના કારણે તાત્કાલિક દેવગર બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર પહેલા જ બે ઈસમના મોત થયા હતા. મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે ઇકો ગાડી સાત લોકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી બેફામ આવતા ટેન્કરે ઇકો કાર ચાલકને અડફેટે લેતા ગાડીમાં સવાર પાંચ લોકોને ગંભીર પ્રકારે ઈજાઓ પહોંચી હતી.જેમાંથી બે લોકોની હાલત અતિ ગંભીર હોવાના કારણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારીયા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લેતા પહેલા બે ઈસમના 108 માં જ મોત નિપજ્યા હતા .જ્યારે અન્ય ત્રણ ઈસમો ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અને ગોધરા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે કે ઈકો ગાડીમાં સવાર સાત લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલ તો મૃતકનો પરિવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવવા નીકળી પડ્યો છે. ત્યારબાદ જ હકીકત જાણવા મળશે…..