Panchmahal

ગોધરામાં સ્માર્ટ મીટરમાં એક લાખ કરતા વધારે રૂપિયાનું બિલ આવ્યું…

પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર ને લઈને વિરોધ વંટોળી યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ગોધરા શહેરમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા નાખવામાં આવેલ સ્માર્ટ મીટરમાં વીજ ગ્રાહકોને એક લાખ કરતા વધારે રૂપિયાનું બિલ આવતા ચિંતા મુકાયા હતા ,જે કારણે તાત્કાલિક તેઓ એમજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઇજનેર ને ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટર કાઢીને જૂના મીટર લગાડી આપવા માટે રજૂઆત કરી હતી રજૂઆત બાદ તાત્કાલિક અસરથી એમજીવીસીએલ વિભાગ દ્વારા ગોધરા શહેરમાં લગાવવામાં આવેલા 7000 થી વધુ ના સ્માર્ટ મીટરની મોબાઇલ એપ્લિકેશન તાત્કાલિક અસરથી બંધ કરાઇ હતી આજરોજ ગોધરા શહેરમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા સ્માર્ટ મીટરને લઈને વિરોધી યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સ્માર્ટ મીટર માટે ગોધરા શહેરના વીજ ગ્રાહકો સાથે સામાજિક કાર્યકર સંજયભાઈ પહેલાની એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં ગ્રાહકોને જે મોબાઇલ એપ્લિકેશન આપવામાં આવી છે તેમાં ઘણાખરા વીજ ગ્રાહકોનો એક લાખ કરતા વધારે બિલ આવતા સવારથી જ એમજીવીસીએલ કચેરી કાંઠે દોડધામ શરૂ થઈ હતી પોતાના એક લાખ કરતાં વધારે બિલ આવ્યું છે તેની રજૂઆત ગ્રાહકે કરી હતી જેથી ન છૂટકે એમજીવીસીએલ ના કાર્યપાલક અધિક્ષક ઇજનેર સ્માર્ટ મીટરમાં આપવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશન સિસ્ટમને વીજ ગ્રાહકોની રજૂઆતને લઈને બંધ કરવાની ફરજ પડી હતી ગોધરા શહેરના શ્રીજી નગર સોસાયટી ખાતે રહેતા કવલજીત કોરે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારે ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા પછી અમારે ઘણા બેહી પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે પહેલા અમે 5000 રૂપિયા સુધીનું બિલ ભરતા હતા પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ₹1,43,000 બિલ આવતા અમે ખૂબ જ હેરાન થઈ ગયા છીએ અને રોજે રોજ અમારા ઘરમાં ઝઘડા થાય છે જેના કારણે અમારા પરિવારના કોઈ પણ સભ્યને ટીવી જોવું હોય કે લાઈટ ચાલુ કરવું હોય તો રોજે રોજ તે અંગે ઘરમાં તકરાર ઊભી થાય છે જ્યારે સ્માર્ટ મીટરની બાબતને લઈને એમજીવીસીએલ અધિક્ષક ઇજને એચઆર સાહેબ જણાવ્યું હતું કે કેટલાક વીજ ગ્રાહકો તેમના સ્માર્ટ મીટરને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા તે આજે સિસ્ટમમાં ઓપરેશન હતું એટલે ઘણા ગ્રાહકોને મોબાઇલ એપ્લિકેશનમાં વધારે બિલ દેખાડતા હતા માટે રજૂઆત કરવા આવ્યા હતા જેને લઈને સ્માર્ટ મીટર માટે આપવામાં આવેલ મોબાઈલ એપ્લિકેશનને હાલ રજૂઆતને લઈને બંધ કરવામાં આવી છે

Most Popular

To Top