Panchmahal

ગોધરામાં નકલી નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ…

ગોધરા દયાળ કસ્બા મેસરી નદીના પુલ પાસેથી ભારતીય બનાવટની રૂપિયા ૫૦૦ ના દરની નકલી નોટો નંગ-૮૦૦ સાથે બે ઇસમોને ઝડપી પાડતી પંચહાલ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ…
ગોધરા લોકલ ક ક્રાઈમ બ્રાન્ચને મળતી માહિતી અનુસાર આજરોજ ગોધરા શહેરમાં બેસોમો આરટીઓ થી કસ્બા તરફ ભારતીય બનાવટની 500ના દરની નકલી ચલણી નોટો લઈને આવી રહ્યા હતા ત્યારે પોલીસે તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના રેન્જ આઈ જી અને જિલ્લા પોલીસ વડા ની અનુસાર જિલ્લા એલસીબી પોલીસે ને ને માહિતી મળી હતી કે આરટીઓ કચેરી તરફથી મેસર નદીના બાજુમાંથી અસ્મા તરફ જવાના માર્ગ પર બેય સમુહ ભારતીય બનાવટની 500ના દરની નોટો લઈને જઈ રહ્યા છે ત્યારે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ એ ત્યાં વોચ ગોઠવી હતી જેમા એક ઇસમ હીરો પેશન પ્રો મોટર સાયકલ ઉપર તથા બીજો હીરો પ્લેઝર સ્કુટી ગાડી ઉપર બેસીને ગોધરા આર.ટી.ઓ કચેરી તરફ આવવાના છે અને તેઓ બન્ને ભારતીય બનાવટી નકલી ચલણી નોટો લઇને આવે છે. ત કસ્બા મેસરી નદીના પુલ પાસે નાકાબંધી વોચ રાખી બાતમી મુજબના બંને ઇસમોને મોટર સાયકલો તથા ભારતીય બનાવટની નકલી ચલણી નોટોના બંડલો સાથે પકડી પાડેલ છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી બે ટુ વ્હીલર બે મોબાઈલ અને અલગ અલગ દરની રૂપિયા ૬૪૦ ની નોટો કબજે કરી છે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પકડાયેલ આરોપીઓઃ-

(૧) મોહસીન સબ્બીર સીંધા મુળ રહે. ગામ કાટાસાયણ દાદાભાઈ ફળીયુ તા. હાસોટ જી. ભરૂચ હાલ રહે. તાદલજા અલમીનાર હાઇટ્સ બી/૪૦૧ ફાતીમા હાઇટ્સ પાસે વડોદરા શહેર તા.જી.વડોદરા

(૨) સોયેબ અબ્દુલ સત્તાર પટેલ રહે. ધંત્યા પ્લોટ અલી મસ્જીદ રોડ ગોધરા તા.ગોધરા જી.પંચમહાલ

Most Popular

To Top