Godhra

ગોધરાનો નવનિર્મિત ભૂરાવાવ ઓવરબ્રિજ પહેલા જ વરસાદમાં ધોવાયો: કરોડોના ખર્ચે બનેલા બ્રિજની ગુણવત્તા પર સવાલ

ટ્રાફિક સમસ્યા હલ કરવા બનાવેલો બ્રિજ હવે ભ્રષ્ટાચારનો દાખલો બન્યો, તંત્રની કામગીરી શંકાના ઘેરામા

ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ઉદ્દેશ્યથી થોડા સમય પહેલા જ ભૂરાવાવ પાસે નવનિર્મિત ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, ચોમાસાની ઋતુના પહેલા જ વરસાદે આ કરોડોના ખર્ચે બનેલા બ્રિજની પોલ ખોલી નાખી છે. બ્રિજ ખુલ્લો મુકાયાને હજુ તો માંડ થોડો સમય થયો છે ત્યાં જ રોડ પર મોટા ખાડા પડી ગયા છે અને રોડનું મોટા પાયે ધોવાણ થઈ ગયું છે.



આ ઘટનાએ બ્રિજના નિર્માણકાર્યની ગુણવત્તા અને તેમાં થયેલી કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ખાડા પડી જવા એ સ્પષ્ટપણે દર્શાવે છે કે કામમાં હલકી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ થયો છે અથવા તો કામમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે.

સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બ્રિજ નિર્માણના આટલા ટૂંકા ગાળામાં જ આવી હાલત થાય તો ભવિષ્યમાં તેની સ્થિતિ શું થશે? આ મામલે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

આ ઘટના પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને દેખરેખ પર પણ પ્રશ્નાર્થ ઊભા કરે છે.

Most Popular

To Top