પ્રતિનિધિ ગોધરા તા.13
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો હતો.
કોલેજના NSS અને કેરિયર કોર્નર દ્વારા આયોજિત આ કાર્યક્રમ સદાબા હોલમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કેરિયર કોર્નરના શિક્ષક ડૉ. અરુણસિંહ સોલંકીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, અને કોલેજના આચાર્ય શૈલેન્દ્ર પાંડેએ આશીર્વચન પાઠવીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.વિષ્ણુભાઈ બ્રહ્મભટ્ટે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નોને વૈજ્ઞાનિક રીતે યાદ રાખવાની કળા શીખવી હતી. તેમણે ચાર્ટ સાથેના પુસ્તક સ્વરૂપે પણ માહિતી પૂરી પાડી હતી.જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ. આ વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નવી દિશા મળી અને તેઓ ખૂબ જ પ્રેરિત થયા હતા.