પ્રતિનિધિ ગોધરા તા.10
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા રામદેવરા (રણુજા)નો પદયાત્રા સંઘ હર્ષોલ્લાસ સાથે રવાના થયો છે. છેલ્લા ૧૭ વર્ષથી આ પરંપરા ચાલી રહી છે અને આ વર્ષે આ સંઘની ૧૮મી યાત્રા છે. ગામના લોકોમાં આ યાત્રાને લઈને ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી રહી છે.

આ સંઘમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ જોડાયા છે જેઓ દહીકોટ ગામથી પગપાળા રણુજા તરફ પ્રયાણ કરશે. યાત્રા શરૂ થતા પહેલા તમામ શ્રદ્ધાળુઓએ બાબા રામદેવના આશીર્વાદ લીધા હતા અને સંઘના સુખદ અને મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમની યાત્રા સફળ રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પદયાત્રા સંઘ ગામની એકતા અને ભક્તિભાવનું પ્રતીક બની ગયો અને દર વર્ષે તેમાં જોડાનારા લોકોની સંખ્યા વધી રહી છે. બાબા રામદેવ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા સાથે આ ભક્તો લાંબી અને કપરિ યાત્રા કરવા માટે નીકળ્યા છે.