Vadodara

ગોત્રી રોડ પર મહિલાની છેડતીની ફરિયાદમાં નશાખોર ઇસમ ઝડપાયો

ગોત્રી ઇ.એસ આઇ.સી. હોસ્પિટલ પાસે જાહેરમાં લથડિયાં ખાઇ બકવાસ કરતા નશાખોરને ગોત્રી પોલીસે ઝડપ્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 27

શહેરના ગોત્રી રોડ ખાતે આવેલા ઇ.એસ.આઇ.સી.હોસ્પિટલ પાસે ગોત્રી પી.સી.આર.વાને પોલીસ કંટ્રોલરૂમની છેડતી અંગેની વરધીના આધારે સ્થળ પરથી નશામાં ધૂત યુવકને ઝડપી પાડી ગોત્રી પોલીસ સ્ટેશનમાં સોંપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી નટવરભાઇ ગોત્રી પીસીઆર -18મા ઇન્ચાર્જ તરીકે ડ્રાઇવર રવિભાઇ સાથે ગોત્રી વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ ખાતેથી તેઓને વરધી મળી હતી જેમાં ગોત્રી વિસ્તારમાં આવેલા સારાભાઇ રોડ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ પાસે ધ્યાનેન્દ્રસિગ નામના વ્યક્તિએ તેમની પત્નીની એક ઇસમે છેડતી કરી હોય તે ઇસમને પકડી રાખ્યો હોવાનું જણાવતાં પોલીસ કર્મી નટવરભાઇ એ પીસીઆર વાન સાથે બનાવ સ્થળે જઇને જોતાં ત્યાં એક ઇસમ જાહેરમાં લથડિયાં ખાતો અને બકવાસ કરતો જણાયો હતો જેથી તેને ઝડપી ગોત્રી પોલીસ સ્ટેશને લઇ આવી તપાસ પૂછપરછ કરતાં તે ઇસમનું નામ અજય સુમનભાઇ ખારવા (આશરે ઉ.વ.39) હોવાનું તથા તે શહેરના વાસણા -ભાયલી રોડ ખાતે આવેલા પ્રકૃતિ ગ્રીન્સ,ટી.પી.-1મા આવેલા મકાન નંબર 202,એ -ટાવરમા રહેતો હોવાનું તથા કોઇક કેફી પીણું પીને નશો કરેલું હોવાનું જણાઇ આવ્યું હતું જેથી તેની વધુ પુછપરછ તપાસ કરતાં તેની પાસે શરાબ અથવાતો કેફી પીણાંનો નશો કરવાનું પરમીટ પણ ન હોવાથી તેની સામે જાહેરમાં કેફી નશો કર્યો હોવાથી અને બકવાસ પણ કરતો હોય પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)(બી),85(1) મુજબ ફરિયાદ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top