( પ્રતિનિધિ )વડોદરા,તા.24
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોને વેગ અપાઈ રહ્યો છે.જેના કારણે શહેરભરમાં ખાડા ખોદવામાં આવ્યા છે.આવી એક કામગીરી ગોત્રી પ્રથમ ચાર રસ્તા પાસે ચાલી રહી છે.જેના કારણે લોકો ડિવાઈડર ઓળંગવા મજબુર બન્યા છે. તેવામાં એક કાર ચાલક ડિવાઈડર ઓળંગવા જતા કાર ફસાઈ ગઈ હતી.

શહેરમાં વિકાસ કામોને વેગ આપવા માટે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે. ક્યાંક ડ્રેનેજની કામગીરી , ક્યાંક પાણીની લાઈન નાખવાની કામગીરી તો ક્યાંક ગેસની નવી લાઈનો નાખવાની કામગીરી દરમિયાન આખેઆખા રોડ ખોદી નાખી મોટા મોટા ખાડા કરવામાં આવ્યા છે. આવી જ એક પ્રકારની કામગીરી ગોત્રી પ્રથમ ચાર રસ્તા પાસે ચાલી રહી છે.

જેના કારણે લોકો હવે ડિવાઈડર ઓળંગી જવા માટે મજબૂર બન્યા છે. આ દરમિયાન આજે ડિવાઈડર ઓળંગીને એક કાકા પોતાની કાર પસાર કરવા જતા ડિવાઈડર વચ્ચે કાર ફસાઈ ગઈ હતી. જેને સ્થાનિક લોકોએ ભારે જહેમતે ધક્કો મારીને બહાર કાઢી હતી. જ્યારે કાકા કાર લઈ ફસાતા બીજા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. નોંધનીય છે કે, શહેરભરમાં જુદા જુદા વિસ્તારોમાં વિવિધ કામગીરી ચાલી રહી છે. જે ગોકળગતિએ ચાલતા એ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.