ગોત્રી વિસ્તારમાં વુડા રોડ પર આવેલ રામા ઈલીના ના રહીશોનો વિરોધ બહાર આવ્યો છે અને બિલ્ડર પર આક્ષેપો કર્યા છે. બિલ્ડરે જાણ કર્યા વગર દિવાલ તોડી નાખતા સ્થાનિક લોકોને સુરક્ષાને લઈને સમસ્યા ઊભી થઈ છે.
રામા ઈલીનાના રહેવાસીનું કહેવું છે જેની જગ્યા છે એમાં કામ કરે એનો વાંધો નથી. જે રામા ઈલીનાની દિવાલ તોડી એનું ભરપાઈ કરવાં આવે તેવી લોકોએ માંગ કરી હતી.
અહીં સ્થાનિકોએ જણાવ્યું કે હોસ્પિટલ બનાવવાની કામગીરી થવાની છે. જેને લઈને રહેણાંક વિસ્તારમાં ઘણી સમસ્યાઓ રહેવાસીઓને થશે. દિવાલ તુટતા સુરક્ષા ને લયને સ્થાનિક લોકોની સમસ્યા ઊભી થઈ છે
ઘટનાને લઈને સ્થાનિક લોકોએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની મદદ લીધી હતી.
