સાવલી : સાવલી તાલુકાના ગોઠડા ગામે બે જૂથો વચ્ચે પથ્થરમારો પોલીસની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હાલ અજંપા ભરી શાંતિ પથ્થરમારામાં ત્રણ ઈસમોને ઇજા થઇ હોવાની પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યા છે જાણવા મળ્યા પ્રમાણે સાવલીના ગોઠડા ગામ ખાતે સાંજના આઠ વાગ્યાની આજુબાજુ બે કોમના ટોળા સામસામે આવી ગયા પરિણામે પથ્થરમારો ચાલુ થયો હતો અને ભારે દોડધામ ના દ્રશ્યો સર્જાયા હતા પથ્થરમારાના પગલે સમગ્ર ગામમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને સામસામે પથ્થર મારામાં ત્રણ ઈસમોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે પથ્થરમારાના ચોક્કસ કારણ જાણવા મળી રહ્યું નથી પરંતુ બે દિવસ અગાઉ જ ગયેલ રામ નવમીના પ્રસગ બાદ ગામમાં કોમી અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું જેના પ્રત્યાઘાત રૂપે આજે સાંજના સમયે બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા બનાવના પગલે સાવલી પોલીસ સહિત જિલ્લાની વિવિધ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તોફાની તત્વોને જેર કરવા માટે કવાયત હાથ ધરી હતી સાથે સાથે ગામમાં વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું હાલ ગામમાં તંગદીલી ભર્યુ વાતાવરણ વિવિધ પોલીસની ટીમોએ ગામમાં રાઉન્ડ અપ ચાલુ કર્યું છે પોલીસ વિભાગે ઘટનાના પ્રત્યાઘાતો અન્ય ગામોમાં ન પડે તે માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ગોઠડામાં કોમી અથડામણ, પથ્થરમારામાં 3ને ઈજા
By
Posted on