Charchapatra

ગેમ ચેન્જર મોદીનો જય જયકાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’ અખબારની બુધવારની દર્પણ પૂર્તિમાં ગેમ ચેન્જર મોદી મથાળા હેઠળનો એક લેખ પહેલા પેઇજ પર પ્રકટ થયો હતો. એ લેખના લેખકની ગણતરીની ધારણા લગભગ સાચી પુરવાર થઇ છે. 8મી ડિસેમ્બરના પરિણામ પછી મને દર્પણ જુઠ ના બોલે ફિલ્મી ગીતની પંકિત યાદ આવી ગઇ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અભૂતપૂર્વ કહી શકાય એવી જબરજસ્ત સફળતા બાદ વટ કે સાથ કહેવું પડે મોદી રાજકીય રમતના ઉસ્તાદ જ નહીં, મહાઉસ્તાદ છે. ઐતિહાસિક જીત વડે મોદીએ એવરેસ્ટ જેવી ઊંચાઇ હાંસિલ કરી છે. મોદીના કમલની આ કમાલ છે. આવું નામુમકીન કામ મોદી જ કરી શકે.

ભારત માતાના આ લાલની રગેરગમાં દેશપ્રેમની ધારા નિરંતર વહી રહી છે. 182માંથી 156 સીટ હાંસિલ કરનાર મોદી મેદાન મારી ગયા છે. વિરોધ પક્ષોની બોલતી બંધ થઇ ગઇ છે. બાકી આ જ વિરોધ પક્ષના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાનપદની ગરિમા જાળવ્યા વિના ઓકાત જેવા અપશબ્દો સાથે બેફામ ગાળો ભાંડવામાં કાંઇ કસર બાકી રાખી નહોતી. દુનિયા જેને ઓળખી શકી એને જરાક ઓળખવાની કોશિશ કરો એમાં તમારી શોભા છે. મોદીની વિકાસયાત્રાની આ અદ્‌ભુત જીત છે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૂત્રને ચરિતાર્થ કરનાર ગેમચેન્જર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન.

સુરત     – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મનની ઊંચાઇ-લાગણીની ગહરાઇ
હિન્દી ફિલ્મજગતમાં રાજશ્રી પ્રોડકશનનાં પીકચરો હંમેશા યાદગાર રહ્યાં છે. જેનો તાજો પુરાવો ઊંચાઇ પીકચર દ્વારા માણ્યો. પ્રથમ તો મહાન દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચન, બમન ઇરાની, અનુપમ ખેર, ડેરી ડેનઝપ્પા, નીના ગુપ્તા તથા સારિકાના અભિનયને સલામ છે. ઊંચાઇના પગથિયામાં પીકચરની પારિવારિક લાગણી સમવાર્તા, મ્યુઝીક, મનોરમ્ય આહલાદક કુદરતી બરફ આચ્છાદિત સિનેરી બેનમૂન રહ્યો. ફિલ્મના કેન્દ્રવર્તી થીમમાં જુની નવી પેઢી વચ્ચેના વિચારોની વિસંગતતા આબેહૂબ રજૂ કરી છે જે આજની જીવનશૈલીમાં ઘણાં કુટુંબોમાં બંધબેસતું લાગે છે.

ખેર પતિ પત્ની, બાળકોમાં માઇલો સુધી અંતર હતું છતાં પણ અંતમાં એકબીજા પ્રત્યેની મનની લાગણીની ઊંડાઇ છતી થાય છે. બીજું ફિલ્મ દ્વારા સમાજને સંદેશો દોસ્તીની મિશાલ અને ધ્યેય પ્રાપ્તિ માટે પરિશ્રમ અને મનોબળથી માનવી માટે કશું અશકય નથી જે પ્રદર્શિત થાય છે. દરેક કુટુંબ જોવા માણવા લાયક પિકચર ગણી શકાય. ભારત સરકારે આ પીકચરને ટેકસ ફ્રી કરવું જોઇએ.
સુરત     – દીપક બંકુલાલ દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top