સનાતન સંસ્કૃતિના પુનરોત્થાનાર્થે શિવાઅવતાર ભગવાન શ્રી લકુલીશજીના શિષ્ય પૂજ્ય પ્રિતમ મુનિજીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે મનાવવામાં આવ્યો



આજે અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા, ગુરુપૂર્ણિમા છે. જીવનમાં બાળકના સૌ પ્રથમ ગુરુ એટલે માતા પિતા, શિક્ષણ અથવા ગુરુકૂળમા અભ્યાસ અને શિક્ષા માટે જાય એટલે બીજા ગુરુ શિક્ષક અને ગુરુજી હોય છે પરંતુ જીવનમાં આધ્યાત્મિક અને હિન્દુ સંસ્કૃતિ,સનાતન સંસ્કૃતિ સાથે શસ્ત્ર અને શાસ્ત્ર નું જ્ઞાન આપતા કાયાવરોહણ સ્થિત લકુલીશ ધામ કે જ્યાં કોઇપણ જ્ઞાતિબાધ વિના હિન્દુ સનાતન સંસ્કૃતિના પુનરોત્થાનાર્થે શિવાવતાર ભગવાન શ્રી લકુલીશજીના શિષ્ય પૂજ્ય પ્રિતમ મુનિજીના સાનિધ્યમાં અહીં બાળકોને અભ્યાસ સાથે સનાતન સંસ્કૃતિ નું પ્રશિક્ષણ આપવામાં આવે છે ત્યારે આજે અષાઢી પૂનમ ને ગુરુવારે ગૂરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શહેરના આજવારોડ સ્થિત પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત બહાદુર ગઢવી અને તેમના ગૃપ દ્વારા ભજન પ્રસ્તુતિ કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ પછી પૂજ્ય પ્રિતમ મુનિજીને ફૂલહાર અર્પણ કરાયું હતું.હિન્દુ ગુરુકુળમાં અભ્યાસ કરતાં બાળકોએ ભાગવત્ ગીતાના 12 મા અધ્યાય તેમજ શ્લોકોનું પઠન કર્યું હતું સાથે જ બાળકો દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ 9 અવતારો જેમાં મત્સ્ય,કુર્મ,વારાહ, નરસિંહ વામન, પરશુરામ, શ્રીરામ,શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કલ્કિ અવતારો સાથે અલગ અલગ યોગાસનો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂજન પ્રિતમ મુનિજીનુ પૂજન દર્શન કરી સૌએ આશિર્વાદ લીધા હતા


