ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં સંપૂર્ણ અને કેટલાંકમાં આંશિક દારૂબંધી છે પણ એ સફળ રહી નથી. એનાથી ભ્રષ્ટાચાર વધ્યો જ છે અને બીજી બાજુ, સરકારને આર્થિક ફટકો પણ પડે છે. દારૂબંધી હોવા છતાં દારૂ આસાનીથી મળે છે અને બિહારમાં તો હવે એનડીએના સાથી પક્ષોએ દારૂબંધી ઉઠાવી લેવા માગણી કરી છે. ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આવો જ મત ધરાવે છે. સરકારી તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારના કારણે સારો હેતુ માર્યો ગયો છે.
બિહારમાં હિન્દુસ્તાની અવામ મોરચાના સ્થાપક અને કેન્દ્રીય મંત્રી જીતેનરામ માંઝીએ દારૂબંધી કાયદાની સમીક્ષા કરવાની જોરદાર માંગ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે દારૂબંધીને કારણે બિહાર સરકારને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને ગરીબ લોકો (ખાસ કરીને વંચિત વર્ગનાં લોકો) આ કાયદાનો ભોગ બની રહ્યાં છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, બિહારમાં દારૂબંધી નથી, પણ દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. ઝેરી દારૂના કારણે ગરીબ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચાએ પણ આ કાયદાની સમીક્ષા કરવાની માંગ કરી છે. તેમના ધારાસભ્ય માધવ આનંદે ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, નીતીશકુમારની પાર્ટીએ આ માંગણીઓને હાસ્યાસ્પદ ગણાવી છે. પાર્ટીના પ્રવક્તા નીરજકુમારે કહ્યું કે આ કાયદો તમામ પક્ષોની સર્વસંમતિથી પસાર થયો હતો અને બધાએ શપથ લીધા હતા, તો હવે સમીક્ષાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે?
પણ વાત અહીં પૂરી થતી નથી. બિહારમાં દારૂબંધીના કાયદાને લગભગ એક દાયકો થઈ ગયો છે, પરંતુ હવે તેના અમલીકરણ અને તેનાથી થતા આર્થિક નુકસાનને લઈને ભાજપના સાથી પક્ષો દ્વારા જ વિરોધના સૂર ઊઠતાં રાજકારણ ગરમાયું છે. બિહારમાં દારૂબંધીને કારણે રાજ્ય સરકારને વાર્ષિક અંદાજે રૂ ૪,૦૦૦થી ૫,૦૦૦ કરોડ ની આવકનું નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત દારૂબંધીના કાયદા હેઠળ નોંધાયેલા ૮ લાખથી વધુ કેસોમાં અંદાજે ૩.૫ થી ૪ લાખ જેટલા કેસો ગરીબ અને વંચિત વર્ગનાં લોકો સામે છે, જેના કારણે તેમને આર્થિક અને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એનડીએના સાથી પક્ષોનો આરોપ છે કે રાજ્યમાં દારૂબંધી છતાં દારૂની ‘હોમ ડિલિવરી’ થઈ રહી છે અને મોટી તસ્કરી કરનારાઓ પૈસા આપીને છૂટી જાય છે, જ્યારે ગરીબ લોકોની ધરપકડ થાય છે.
ગુજરાતમાં વિધાનસભામાં આ મુદો્ ઊઠ્યો છે. વિપક્ષી નેતા અમિત ચાવડાએ કહ્યું કે, કોઈ ધારાસભ્ય એવો દાવો કરી શકે એમ નથી કે, એમના ક્ષેત્રમાં દારૂ વેચાતો નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, તંત્ર બરાબર કામ કરે છે પણ સવાલ એ છે કે આટલો બધો દારૂ કેમ પકડાય છે? ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ સુધીના સમયગાળામાં અંદાજે રૂ. ૩૦૦ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને દેશી દારૂ પકડાયો છે.
૨૦૨૪ માં ગુજરાત પોલીસે કુલ ૮૨ લાખ બોટલો પકડી હતી, જેની કિંમત રૂ.૧૪૪ કરોડ આંકવામાં આવી હતી. આ આંકડા મુજબ તો રાજ્યમાં દર ૪ સેકન્ડે ૧ બોટલ પકડાઈ હતી. હાલમાં ભારતનાં મુખ્ય ૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપૂર્ણ દારૂબંધી અમલમાં છે. એમાં ગુજરાત ઉપરાંત બિહાર, નાગાલેંડ, મિઝોરમ, લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. તો કેટલાંક રાજ્યોમાં અંશત: પ્રતિબંધ છે પણ બધે દારૂબંધી મજાક બની ગઈ છે. ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગઈ છે.
સોનમ વાંગચુક : રાઈનો પર્વત
સોનમ વાંગચુક શા માટે જેલમાં છે એ પ્રશ્ન વ્યાપકપણે પૂછાવો જોઈએ પણ પુછાતો નથી એ દેશની કમનસીબી છે. અત્યારે એ જોધપુર જેલમાં છે અને કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. સુનાવણી વેળા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં કહ્યું હતું કે સરકાર વાંગચુકનાં નિવેદનોનો ખોટો અર્થ કાઢી રહી છે અને આ બાબતે રાઈનો પર્વત બનાવી રહી છે. કોર્ટે અવલોકન કર્યું કે વાંગચુક હિંસાની ધમકી નથી આપી રહ્યા, પરંતુ અહિંસક પદ્ધતિઓથી લોકોનું ધ્યાન હટી રહ્યું છે તે બાબતે માત્ર પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સરકારે રજૂ કરેલો અનુવાદ ૭ થી ૮ મિનિટનો છે, જ્યારે મૂળ ભાષણ માત્ર ૩ મિનિટનું છે. એટલે કોર્ટે સચોટ ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે અને જે માગણી સાથે વાન્ગ્ચુકે આંદોલન કર્યું હતું એ માગણીનો ઉલ્લેખ ભાજપે એના ચૂંટણી ઢંઢેરામાં કર્યો હતો. હવે ભાજપે એનું સ્ટેન્ડ બદલી નાખ્યું છે. લદાખના નેતાઓ સાથે દિલ્હીમાં બેઠક થઇ એમાં પણ શીડ્યુલ ૬ નીચે લડાખને સ્વાયત્તતા આપવાની વાતથી મોં ફેરવી લીધું છે.
બીજી બાજુ, સમાજ માટે અવનવાં સંશોધનો કરનારા સોનમ વાંગચુક સપ્ટેમ્બર ૨૦૨૫થી જોધપુર જેલમાં બંધ છે. સરકારનો પક્ષ છે કે, તેમણે નેપાળ અને બાંગ્લા દેશ જેવી હિંસક ક્રાંતિનાં ઉદાહરણો આપીને લોકોને ઉશ્કેર્યાં હતાં. તેમની અટકાયત બાદ લદ્દાખમાં હિંસા અટકી ગઈ છે. જો કે, વાંગચુકનાં પત્ની ગીતાંજલિએ આ અટકાયતને ગેરબંધારણીય ગણાવી છે. વાંગચુકની તબિયત પણ ખરાબ છે છતાં સરકાર એને મુક્તિ આપવા તૈયાર નથી. ખબર નહિ વાંગચુક ક્યારે જેલમુક્ત થશે?
મિઝોરમમાં મુખ્યમંત્રી લાલદુહોમા સામે આરોપ
મિઝોરમમાં ઝોરામ પીપલ્સ મુવમેન્ટની સરકાર છે અને મુખ્યમંત્રી છે લાલદુહોમાં. તેમની સરકાર સામે ભ્રષ્ટાચારના કેટલાક ગંભીર આક્ષેપો અને તપાસ ચાલી રહી છે. વિપક્ષી પાર્ટી મિઝો નેશનલ ફ્રન્ટ દ્વારા આક્ષેપ મુકાયો છે કે, લેંગપુઈ એરપોર્ટ નજીક વાયુસેના માટે જમીન સંપાદન કરવામાં રૂ. ૧૮૭.૯૦ કરોડની ગેરરીતિ થઈ છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે ખાનગી મધ્યસ્થીઓ દ્વારા ખૂબ જ ઊંચા ભાવે જમીન ખરીદી છે, જે કાયદાનું ઉલ્લંઘન છે.
કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો છે કે જમીન સંપાદનના વળતરના નામે કરોડો રૂપિયા સત્તામાં બેઠેલાં લોકો અને વચેટિયાઓ વચ્ચે વહેંચવામાં આવ્યા છે. મુખ્યમંત્રી લાલદુહોમાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે. લોકાયુક્તમાં કેસ તો ચાલે છે પણ હજુ ચુકાદો આવ્યો નથી. સરકાર કહે છે કે, અમારી સરકાર ભ્રષ્ટાચારમુક્ત છે પણ આક્ષેપોમાં દમ છે. ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈ કરી શકે એમ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.