પ્રતિનિધી ગોધરા તા.10
ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીની રાજ્ય વિધાનસભાની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સમિતિ પૈકીની એક એવી જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી.સી.કે રાઉજીની નિયુક્તિ તેમના લાંબા રાજકીય અનુભવ અને વહીવટી સમજને ધ્યાનમાં રાખીને તેમને રાજ્યના નાણાકીય દેખરેખની આ સર્વોચ્ચ જવાબદારી સોંપવામાં આવી છે.જાહેર હિસાબ સમિતિએ વિધાનસભાની સૌથી શક્તિશાળી સમિતિઓમાંની એક છે. તેનું મુખ્ય કાર્ય કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટની સમીક્ષા કરીને રાજ્ય સરકારના ખર્ચાઓ અને હિસાબોની ચકાસણી કરવાનું છે. આ સમિતિ સરકારી વિભાગો દ્વારા થતા ખર્ચમાં પારદર્શિતા જાળવવા અને નાણાકીય ગેરરીતિઓ પર નિયંત્રણ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.ગોધરા અને પંચમહાલ જિલ્લાના રાજકીય વર્તુળોમાં તેમની આ નિયુક્તિ બદલ હર્ષની લાગણી જોવા મળી રહી છે અને તેમને ગોધરા સહિતના તમામ આગેવાનો વડીલો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.