ગુજરાતમાં વણકર સમાજ નું એક સંગઠન એટલે ગુજરાત વણકર સેવા સમાજ જે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે તેમાંય વડોદરા શાખાનો કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે ત્યારે આજરોજ શહેરના પ્રતાપનગરરોડ અપ્સરા ટોકીઝ પાછળ આવેલા શરાફી હોલ ખાતે ગુજરાત વણકર સેવા સમાજ દ્વારા 21મા સમુહલગ્નનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 12 જોડાઓ (યુવક-યુવતીઓ) લગ્નબંધનમા જોડાયા હતા. અહીં કન્યાદાન પેટે નવા ઘરગૃહસ્થીની તમામ ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મણિભાઇ વાઘેલા,પ્રમુખ ગોરધનભાઇ, શંકરભાઇ, હિતેષભાઇ તથા તેમની ટીમ તેમજ ભાજપના વડોદરા શહેર અનુ જાતિ મોરચા ના શહેર પ્રમુખ ધારાશાસ્ત્રી હર્ષદભાઈ પરમાર, કાઉન્સિલર રસમીબેન વાઘેલા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહીપ્રભુતામાં પગલાં માંડનાર 12 નવદંપતી ને આશિર્વાદ પાઠવ્યા હતા
ગુજરાત વણકર સેવા સમાજ દ્વારા 21માંસમુહલગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું
By
Posted on