Vadodara

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મહિલા અનામતમાં નિમિષા ધોત્રેની જીત નિશ્ચિત

સંપૂર્ણ પ્રેફરન્સ વોટની ગણતરી બાદ પરીણામ થોડા દિવસમાં સ્પષ્ટ થશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેફરન્સનું વોટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બીસીજીની ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય ઠર્યા છે. વોટ શેર આધારે પ્રથમ પ્રેફરન્સમાં માન્ય થયેલા બે ઉમેદવારોનું સભ્યપદ નક્કી થયું છે. જેમાં આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલે ક્વોટા પાર કરી વિજય મેળવ્યો છે. જ્યારે વડોદરમાંથી નિમિષા ધોત્રેને પ્રથમ પ્રેફરન્સમાં 590 મત મળતા તેમની જીત નિશ્ચિત મનાય છે.

ગત 6 માર્ચે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી. બીસીજીના સભ્ય માટે 1929 નો ક્વોટા મેળવવો જરૂરી હતો. જેમાં આફતાબ હુસૈન અન્સારી 2,398 વોટ ક્વોટા સાથે પ્રથમ સભ્ય બન્યા બન્યા છે. જ્યારે, જે.જે.પટેલને 1949 વોટ ક્વોટા સાથે બીજા નંબરે કાઉન્સિલના સભ્ય બન્યા છે. સંપૂર્ણ પ્રેફરન્સ વોટની ગણતરી બાદ પરીણામ ચારેક દિવસમાં સ્પષ્ટ થશે. વડોદરમાંથી પ્રથમ પ્રાધાન્ય મત મુજબ સ્વ:નલિન પટેલ 745, જગત દેસાઈ 618, નિમિષા ધોત્રે 590, રણજિત રાઠોડ 576, રાશિદ વ્હોરા 309, યુનુસ પઠાણ 305, સનત પરમાર 137, અનિશા સૈયદ 87, શીતલ ઉપાધ્યાય 85 અને વિક્રમસિંહ પઢીયારને 38 મત મળ્યા છે. અંતિમ પરિણામ હજી બાકી છે. સંપૂર્ણ પ્રેફરન્સ મતની ગણતરી બાદ જ કુલ 23 ઉમેદવારો બીસીજીના સભ્યો નક્કી થશે. તમામ સભ્યો થકી પોતાના ચેરમેન અને કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરાશે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ મતદાતા હતા. 06 માર્ચે યોજાયેલ આ ચૂંટણીમાં રાજ્યના 150 સેન્ટર ઉપર મતદાન યોજાયું હતું.

Most Popular

To Top